- રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં વધુ એક ખુલાસો
- આ શખ્સનું 2 શકમંદો સાથે કનેક્શન હોવાનો દાવો
- NIAએ રાજકીય નેતા સાંઈ પ્રસાદની કરી અટકાયત
બેંગલુરુના પ્રખ્યાત રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં NIAએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. કાફે બ્લાસ્ટ મામલે પોલીસે એક શખ્સની અટકાયત કરીને પૂછપરછ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેફે બ્લાસ્ટ કેસમાં આરોપીના 2 શકમંદો સાથે કનેક્શન હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
મળતી માહિતી મુજબ, રામેશ્વર કાફે બ્લાસ્ટ કેસ મામલે NIAએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેફે બ્લાસ્ટ કેસમાં આરોપીના 2 શકમંદો સાથે કનેક્શન છે. NIAએ ભાજપ કાર્યકર સાંઈ પ્રસાદની અટકાયત કરી છે. NIAએ સાઈ પ્રસાદને પૂછપરછ માટે લઈ ગઈ છે. ગયા અઠવાડિયે NIAએ શિવમોગામાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન એક મોબાઈલ શોપ અને બે શકમંદોના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીનું નામ મોબાઈલ શોપ પર કામ કરતા 2 કર્મચારીઓએ લીધું હતું.













