• મમતા બેનર્જી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ
  • ભાજપે પત્ર લખીને ચૂંટણી પંચને કરી ફરિયાદ
  • પીએમ મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી બદલ કરી ફરિયાદ

પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયુ છે. ગઇકાલે પીએમ મોદી અને મમતા બેનર્જીએ ચૂંટણી રેલી સંબોધી હતી. આ દરમિયાન મમતા બેનર્જીએ પીએમ મોદીને લઇને નિશાન સાધ્યું હતું. તેમણે પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીને આડેહાથ લેતા વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જો કે પછી એવુ પણ બોલ્યા હતા કે હું મારુ સ્ટેટમેન્ટ પાછું લઉ છું. ગુસ્સામાં બોલાઇ જવાયુ. ત્યારે હવે આ મામલે બીજેપીએ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે.

ચૂંટણી પંચમાં પત્ર લખીને કરી ફરિયાદ

ગુરુવારે કૂચબિહારમાં એક જાહેર સભા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ ભાજપે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી વિરુદ્ધ ભારતના ચૂંટણી પંચ (ECI)માં ફરિયાદ નોંધાવી છે. ભાજપે આ અંગે સીધી દિલ્હીમાં રાષ્ટ્રીય ચૂંટણી પંચની ઓફિસમાં ફરિયાદ કરી હતી. બીજેપી નેતા શિશિર બજોરિયાએ એક પત્ર મોકલીને મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનું ધ્યાન આ તરફ દોર્યું છે. આ સાથે બીજેપી નેતા શિશિર બજોરિયાએ ટ્વિટર પર પણ મમતા બેનર્જીના નિવેદનનો વીડિયો અને પત્ર શેર કર્યો હતો. 


અમિત માલવિયાએ રોષ વ્યક્ત કર્યો

મમતા બેનર્જીની ટિપ્પણી પર કટાક્ષ કરતા, BJP IT સેલના વડા અમિત માલવિયાએ ટ્વિટર પર લખ્યું, "મમતા બેનર્જી લૈંગિક ટિપ્પણી કરવામાં નીચા પડી ગયા છે. તેમણે વડા પ્રધાન માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે. જાહેર પ્લેટફોર્મ પર વડા પ્રધાનની પ્રતિષ્ઠાને કલંકિત કરવામાં આવી છે. "ઇરાદાપૂર્વક અપમાનજનક ભાષા પસંદ કરવી એ ટીએમસીની અંદર નીતિની સ્થિતિ શું છે તે જણાવે છે"


  • Follow us on: