છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલવાદીઓના ઠેકાણામાંથી દારૂગોળો અને ઘણા હથિયારો મળી આવ્યા છે. આ ઘટના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષા દળોના ઓપરેશન દરમિયાન બની હતી. આ અંગે બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) સુંદરરાજે જણાવ્યું કે, આ ઓપરેશન શનિવારે રાત્રે દંતેશપુરમ, ભંડારદરા, નગરમ અને કોરાજગુડાના જંગલોમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન પ્રતિબંધિત સંગઠનની કોન્ટા એરિયા કમિટી સાથે સંકળાયેલા નક્સલવાદીઓની હાજરીની માહિતીના આધારે હાથ ધરવામાં આવ્યું હતું.
ક્સલવાદીઓના ઠેકાણામાંથી ઘણા હથિયારો મળી આવ્યા
તેમણે વધુમાં કહ્યું કે, આ સમયગાળા દરમિયાન નક્સલવાદીઓના ઠેકાણામાંથી એક મઝલ લોડિંગ બંદૂક, એક ટિફિન બોમ્બ, ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED)માં વપરાતી સ્વીચ, 49 સિરીંજ, મોબાઇલ ચાર્જર, માઓવાદી બેનર તેમજ દવાઓ મળી આવી હતી. એટલું જ નહીં આ દરમિયાન બીપીએલ કંપનીનું એક ટેલિવિઝન પણ ઝડપાયું હતું. આ ટીવી દંતેશપુરમ ગામ પાસેની પહાડીઓમાં નક્સલવાદીઓના ઠેકાણામાંથી ત્યારે મળ્યું જ્યારે સુરક્ષા દળો નક્સલવાદી વિરોધી ઓપરેશન ચલાવી રહ્યા હતા.
ટેલિવિઝનની કબજે લેવામાં આવ્યું
પોલીસ મહાનિરીક્ષકએ કહ્યું કે, ટીવી મળવાથી માલુમ પડે છે કે નક્સલવાદીઓના કેટલાક મોટા નેતા અહીં રહે છે, કારણ કે મોટાભાગના ટીવી જેવા ઉપકરણો તેમના માટે જ લાવવામાં આવે છે. IGPએ વધુમાં કહ્યું કે, 'અમે અગાઉની નક્સલ વિરોધી કામગીરીમાં લેપટોપ, પ્રિન્ટર અને અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો રિકવર કર્યા હતા. પરંતુ કદાચ પહેલીવાર ટેલિવિઝન મળી આવ્યું છે. આ વિસ્તારમાં ધામા નાખતા વરિષ્ઠ અને મોટા નેતાઓ માટે તે લાવવામાં આવ્યું હોઈ શકે છે અથવા તેઓએ તેને કેટલાક ગ્રામજનો પાસેથી લૂંટવામાં આવ્યું હોય શકે છે.
સુરક્ષા દળોનું નક્સલ વિરોધી અભિયાન
આ ઘટના વિશે માહિતી આપતાં સુંદરરાજે કહ્યું કે, રાજ્ય પોલીસની બન્ને એકમોના સૈનિકો, ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને બસ્તર ફાઇટર્સ આ ઓપરેશનમાં સામેલ હતા. તેમણે જણાવ્યું કે, આ અભિયાન દંતેશપુરમ, ભંડારદરા, નગરમ અને કોરાજગુંડાના જંગલોમાં ચલાવવામાં આવ્યું હતું. આઈજીપીએ કહ્યું કે, દંતેશપુરમમાં સુરક્ષાકર્મીઓની ગતિવિધિઓને જોતા નક્સલવાદીઓએ પોતાનો સામાન છુપાવીને ભાગી છૂટ્યા છે. આ વિસ્તારમાં શોધખોળ દરમિયાન નક્સલવાદીઓએ છુપાવેલી આ સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.