• બિહારના મુઝફ્ફરપુર રેલવે સ્ટેશન પર દુઃખદ ઘટના
  • ટ્રેનમાં લાગેલી આગ ઓલવવા પહોંચી RPFની ટીમ
  • સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા જ RPF જવાનનું મોત

બિહારના મુઝફ્ફરપુર રેલવે સ્ટેશન પર એક ગમખ્વાર ઘટના બની. ટ્રેનમાં શોટ સર્કિટને કારણે આગ લાગી હતી જેની પર કાબૂ મેળવવા જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ દરમિયાન આગના સિલિન્ડરમાં જ બ્લાસ્ટ થતા RPF જવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

વલસાડ એક્સપ્રેસની બોગીમાં બની ઘટના

મુઝફ્ફરપુર રેલવે સ્ટેશન પર વલસાડ એક્સપ્રેસની બોગીમાં બ્લાસ્ટ થતાં એક RPF જવાનનું મોત થયું હતું. બોગીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આરપીપીએફની ટીમે આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. તે સમયે કોન્સ્ટેબલ વિનોદ કુમારે નાના ફાયર સિલિન્ડર વડે આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ દરમિયાન આગના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે વિનોદ કુમારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બોગીમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હતી આગ

મળતી માહિતી મુજબ કે વલસાડ એક્સપ્રેસ સોમવારે સવારે 6.30 વાગ્યે મુઝફ્ફરપુર રેલવે સ્ટેશન પર આવી હતી. થોડા સમય બાદ ટ્રેનની S-8 બોગીના ટોયલેટમાં આગની જ્વાળાઓ બહાર આવવા લાગી. આગની માહિતી મળતાં જ રેલવે અને RPFની ટીમ આવી પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું.

કેવી રીતે જવાનનું થયુ મોત ?

આરપીએફ જવાન વિનોદ કુમાર પણ આગ પર કાબૂ મેળવવા માટે પહોંચ્યા હતા. તેમણે ફાયર સિલિન્ડર વડે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. એક ફાયર સિલિન્ડર ખતમ થઈ ગયો હતો પરંતુ જ્વાળાઓ ઓછી થઈ ન હતી. દરમિયાન અન્ય ફાયર સિલિન્ડર વડે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. સિલિન્ડરનું લોક ખોલતાની સાથે જ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેમાં વિનોદ કુમારનું મોત થયું હતું.

પરિવાર દુઃખમાં ગરકાવ

RPFના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને તપાસ શરૂ કરવામાં આવી છે.કોન્સ્ટેબલ વિનોદ કુમાર આરા નગર વિસ્તારનો રહેવાસી હતા. બે વર્ષથી મુઝફ્ફરપુર આરપીએફ પોસ્ટમાં કોન્સ્ટેબલ તરીકે તૈનાત હતા. ટીમે તેના પરિવારને જાણ કરી છે. આ ઘટના બાદ પરિવારના સભ્યોની હાલત ખરાબ છે અને રડી રહ્યા છે.


  • Follow us on: