- કંગના રનૌત અને સુપ્રિયા શ્રીનેત વચ્ચેનો વિવાદ
- વિવાદિત પોસ્ટ બદલ રાજકારણમાં ગરમાવો
- સુપ્રિયાની સ્પષ્ટતા અંગે અમિત માલવિયાની ટિપ્પણી
બોલિવૂડ અભિનેત્રી કંગનાની રાજકારણમાં એન્ટ્રી થતા જ કોંગ્રેસના નેતાએ વિવાદિત ટિપ્પણી કરતા વિવાદ વકર્યો છે. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે અપમાનજનક પોસ્ટ કરતા રાજકારણ ગરમાયુ છે. જો કે આ અંગે કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે સ્પ્ષ્ટતા આપી હતી જેની પર બીજેપી નેતા અમિત માલવિયાએ સવાલો ઉઠાવ્યા છે.
અમિત માલવિયાએ ઉઠાવ્યા સવાલ
જો તમારુ એકાઉન્ટ એજ પોસ્ટ કરે છે જેનાથી પેરોડી એકાઉન્ટે પોસ્ટ કર્યુ છે તો તેનો સીધો અર્થ છે કે બંને એકાઉન્ટના એડમિન એક જ છે. આમ કરવા માટે વ્યક્તિએ વિક્ષિપ્ત થવાની હદ સુધી આત્મ- અભિમાની થવુ પડે છે.
સ્મૃતિ ઇરાનીએ શું કહ્યું ?
અગાઉ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે કંગનાની રાજનીતિમાં પ્રવેશ થવો એ એ વાતનું પ્રતિબિંબ નથી કે તમે કોણ છો. પરંતુ એ દર્શાવે છે કે તેમણે શું કર્યુ છે અને આગળ પણ કામ કરવામાં સક્ષમ છે. કારણ કે તેઓ સમજી નથી શકતા કે મજબૂત વ્યક્તિ સાથે તેવી રીતે વ્યવહાર કરવામાં આવે. જીતની તરફ કૂચ કરો. વિજયી ભવ.
સુપ્રિયા શ્રીનેતે સ્પષ્ટતા આપી હતી
સુપ્રિયા શ્રીનેતે હવે એક નિવેદનમાં દાવો કર્યો છે કે ઘણા લોકો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની ઍક્સેસ ધરાવે છે. તેમણે કહ્યું કે, ઘણા લોકો મારા ફેસબુક અને ઇન્સ્ટા એકાઉન્ટની ઍક્સેસ ધરાવે છે. તેમાંથી એક વ્યક્તિએ ખૂબ જ અણગમતી અને વાંધાજનક પોસ્ટ કરી હતી. મને આ વાતની જાણ થતાં જ મેં તે પોસ્ટ હટાવી દીધી હતી. સુપ્રિયા શ્રીનેતે વધુમાં કહ્યું કે જે લોકો મને ઓળખે છે, તે લોકો સારી રીતે જાણે છે કે હું કોઈ મહિલા વિરુદ્ધ અંગત ટિપ્પણી કરતી નથી. મારી જાણકારીમાં એવું આવ્યું છે કે આ પોસ્ટ અગાઉ પેરોડી એકાઉન્ટ (@Supriyaparody) પર ચાલતી હતી. કોઈએ અહીંથી આ પોસ્ટ ઉપાડી અને મારા એકાઉન્ટ પર પોસ્ટ કરી. હું આ કૃત્ય કરનાર વ્યક્તિને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યો છું. ઉલ્લેખનીય છે કે સુપ્રિયા શ્રીનેતે કંગનાને લઇને એક અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટ કરી હતી જેનો વિવાદ થતા અંતે પોસ્ટ ડિલીટ કરી હતી.
કંગનાએ શું પ્રતિક્રિયા આપી ?
કંગનાએ સુપ્રિયાનો સ્ક્રીનશોટ શેર કર્યો અને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “પ્રિય સુપ્રિયા જી, એક અભિનેત્રી તરીકે, મેં મારી કારકિર્દીના છેલ્લા 20 વર્ષમાં તમામ પ્રકારની મહિલાઓની ભૂમિકા ભજવી છે. રાણીમાં નિર્દોષ છોકરીથી માંડીને ધાકડમાં ડિટેક્ટીવ સુધી, મણિકર્ણિકામાં દેવીથી લઈને ચંદ્રમુખીમાં રાક્ષસ સુધી. રજ્જોની વેશ્યાથી લઈને થલાઈવીમાં ક્રાંતિકારી નેતા સુધી. તેમજ સેક્સ વર્કરોના પડકારરૂપ જીવન અથવા સંજોગોનું વર્ણન કરવા માટે આવા અપશબ્દોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. દરેક સ્ત્રી પોતાની ગરિમાને હકદાર છે. ”
