• લોકસભા ચૂંટણી 2024 પહેલાં ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો
  • ભારતનું પ્રથમ અવકાશ ફ્લાઈટ મિશન ગગનયાન લોન્ચ કરાશે
  • સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમનાં ભારતના કાયમી સભ્યની માંગણી

આજે ભાજપે લોકસભા ચૂંટણી 2024 પહેલાં તેનો ચૂંટણી ઢંઢેરો - સંકલ્પ પત્ર બહાર પાડ્યો. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે યોજાશે. જેના ફક્ત 5 દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટીએ 14 એપ્રિલના રોજ તેના સંકલ્પ પત્ર - ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે.  PM નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા લોકસભા ચૂંટણી ઢંઢેરામાં બે ખાસ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભારતનું પ્રથમ માનવ અવકાશ ફ્લાઇટ મિશન ગગનયાન

ભાજપના મેનિફેસ્ટોમાં ભારતનું પ્રથમ માનવ અવકાશ ફ્લાઇટ મિશન ગગનયાનનું પ્રક્ષેપણ અને ચંદ્ર પર અવકાશયાત્રીઓનું ઉતરાણ સામેલ કરવામાં આવ્યું છે. તેમજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ-UNSCમાં ભારત માટે કાયમી બેઠકની માંગણીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મુખ્ય ફોકસ અવકાશયાત્રીઓને ચંદ્ર પર ઉતારવા પર છે.

અમૃતકાળમાં ભારતની પ્રગતિ અને સમૃદ્ધિની નિશાની

આ અમૃતકાળમાં ભારતની પ્રગતિ અને સમૃદ્ધિની નિશાની છે. ભાજપે તેના મેનિફેસ્ટોમાં ભારતને એક અગ્રણી અવકાશ શક્તિ તરીકે સ્થાપિત કરવા માટે ઈન્ડિયન સ્પેસ સ્ટેશન-BAS સ્થાપવાની પણ વાત કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે, દેશ માટે બીજું લોન્ચ પેડ પણ સ્થાપિત કરવામાં આવશે.

અવકાશ અર્થતંત્રને વધારવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ

ભાજપના મેનિફેસ્ટોમાં કહેવાયું છે કે, અમે અવકાશ અર્થવ્યવસ્થાના વિકાસ માટે અને ભારતને એક અગ્રણી અવકાશ શક્તિ તરીકે સ્થાપિત કરવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છીએ. મેનિફેસ્ટોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તે ગ્લોબલ સાઉથના દેશોને સ્પેસ અને સ્પેસ ટેક સેવાઓનો ઉપયોગ કરવામાં મદદ કરશે.

દેશની જનતાની મહત્વાકાંક્ષા એ જ મોદીનું મિશન

PM મોદીએ કહ્યું કે, 4 જૂને પરિણામ જાહેર થયા બાદ ભાજપના મેનિફેસ્ટો પર કામ શરૂ થશે. તેમજ અમારી સરકારે 100 દિવસના એક્શન પ્લાન પર કામ શરૂ કરી દીધું છે. પણ કહ્યું કે દેશની જનતાની મહત્વાકાંક્ષા મોદીનું મિશન છે. આપણે ચંદ્રયાનની સફળતા જોઈ અને હવે આપણે ગગનયાનનો મહિમા અનુભવીશું.

યુએનએસસીમાં કાયમી સભ્યપદ હાંસલ કરવાની પ્રતિબદ્ધતા

ભારત માટે બીજી પ્રતિબદ્ધતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ-UNSCમાં કાયમી સભ્યપદ હાંસલ કરવાની છે. ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં પણ આનો સમાવેશ કર્યો છે. ચૂંટણી ઢંઢેરામાં ભાજપે કહ્યું છે કે અમે વૈશ્વિક સ્તરે નિર્ણયો લેવા માટે ભારતની સ્થિતિ મજબૂત કરવા માંગીએ છીએ. આ માટે અમે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મેળવવાની પ્રતિબદ્ધતા ધરાવીએ છીએ.

આંતરરાષ્ટ્રીય આતંકવાદનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે

BJPએ એમ પણ કહ્યું હતું કે તે આંતરરાષ્ટ્રીય આતંકવાદ સામે વ્યાપક સંમેલન અને આવી ઘટનાઓ સાથે વ્યવહાર કરવા માટેના અન્ય પ્રયાસો પર સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્યો વચ્ચે સર્વસંમતિ બનાવવાના પ્રયાસો ચાલુ રાખશે. તેમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદના ફાઇનાન્સિંગનો સામનો કરવા માટે સંકલન વિકસાવવા માટે 'નો મની ફોર ટેરર' કોન્ફરન્સની સફળતા પર કામ કરવામાં આવશે. ભાજપે આતંકવાદ સામે દેશની 'ઝીરો ટોલરન્સ' નીતિને મજબૂત કરવા માટે સતત કામ કર્યું છે.

  • Follow us on: