- ભારતીય દૂતાવાસે નાગરિકો વિનંતી કરી સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા જણાવ્યું
- ભારતીયો રજીસ્ટ્રેશન ફોર્મમાં પાસપોર્ટ નંબર, ઈઝરાયેલના રહેઠાણની વિગતો આપે
- ઈઝરાયલમાં ભારતીય દૂતાવાસે 24X7 ઈમરજન્સી હેલ્પલાઈન પણ જારી કરી છે
Iran and Israel Conflictsને કારણે મિડલ ઇસ્ટમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને લઈને ભારતની નજર સંપૂર્ણ રીતે આ હુમલાની ઘટના પર છે. ઈરાને ઈઝરાયેલ પર તેના પ્રથમ સીધા હુમલામાં વિસ્ફોટક ડ્રોન અને મિસાઈલ છોડ્યાં છે. ત્યારે ઈરાનના હુમલા બાદ ઈઝરાયેલમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરીને અપીલ કરી છે.
ભારતીય દુતાવાસે નાગરિકોને સુરક્ષા પ્રોટોકોનું પાલન કરવા વિનંતી કરી
ઈરાને, ઈઝરાયલ પર મિસાઈલના હુમલા કર્યા બાદ આ વિસ્તારમાં તણાવ વધી ગયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ઇઝરાયલમાં ભારતીય દૂતાવાસે રવિવારે ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે એક એડવાઇઝરી જારી કરી હતી અને તેમને શાંત રહેવાની સાથે સાથે સ્થાનિક અધિકારીઓ દ્વારા જારી કરાયેલા સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરી હતી.
ભારતીય નાગરિકોને દૂતાવાસમાં નોંધણી કરાવવા વિનંતી કરી
ભારતીય દૂતાવાસે કહ્યું કે, તે ઈરાન-ઈઝરાયલના હુમલાની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સત્તાવાળાઓ અને વિદેશી સભ્યો બંનેના સંપર્કમાં છે. દૂતાવાસે તેની 24X7 ઈમરજન્સી હેલ્પલાઈન પણ જારી કરી છે અને તે ભારતીય નાગરિકોને દૂતાવાસમાં નોંધણી કરાવવા વિનંતી કરી છે અને જેમણે હજુ સુધી નોંધણી નથી કરવી તે ત્વરિત નોંધણી કરાવે.

નોંધણી માટે આ દસ્તાવેજોની જરૂર પડશે
રજીસ્ટ્રેશન ફોર્મ પાસપોર્ટ નંબર, નામ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, વ્યવસાય અને ઈઝરાયેલમાં રહેઠાણનું સરનામું, અન્ય વિગતોની સાથે પૂછે છે. વિસ્તારમાં તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, ઇઝરાયેલમાં તમામ ભારતીય નાગરિકોને શાંત રહેવાની અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલા સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે," એડવાઈઝરીમાં જણાવ્યું હતું.
દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું
દૂતાવાસે વધુમાં જણાવ્યું હતું કે, દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને અમારા તમામ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઇઝરાયેલના અધિકારીઓ અને ભારતીય સમુદાયના સભ્યો સાથે સંપર્કમાં છે.