• મધ્ય પૂર્વમાં ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુધ્ધના એંધાણ સેવાઈ રહ્યાં છે
  • એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ ઈરાની એરસ્પેસમાંથી પસાર થતી બંધ થઈ 
  • વિદેશ મંત્રાલયે ઈરાન અને ઈઝરાયેલ માટે ટ્રાવેલ એડવાઝરી જારી કરી

મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ વધી રહ્યો છે, જેની અસર હવે હવાઈ સેવાઓ પર પણ જોવા મળી રહી છે. એક અહેવાલ મુજબ, શનિવારે 13 એપ્રિલે એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ ઈરાની એરસ્પેસમાંથી પસાર થતી બંધ થઈ ગઈ છે. ઈરાને ઈઝરાયેલ પર હુમલાની ચેતવણી આપી છે. સૂત્રોએ જણાવ્યું છે કે, યુરોપ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ ઈરાની એરસ્પેસને ટાળીને લાંબા રૂટ દ્વારા તેના મુખ્યમથક પર જઈ રહી છે.

1 એપ્રિલે ઈરાનના દૂતાવાસ પર ઈઝરાયેલના ફાઈટર જેટ દ્વારા હુમલો કરાયો

મળતી માહિતી મુજબ, 1 એપ્રિલના રોજ સીરિયાની રાજધાનીમાં ઈરાનના દૂતાવાસ પર ઈઝરાયેલના ફાઈટર જેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ કારણે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો. ઈરાની મીડિયા અનુસાર, ઈઝરાયેલના હુમલામાં બે જનરલ સહિત રેવોલ્યુશનરી ગાર્ડના 7 સૈનિકો માર્યા ગયા હતા. ઈરાને તે જ સમયે જવાબી કાર્યવાહીનો સંકેત આપ્યો હતો અને શુક્રવારે 12 એપ્રિલથી એવી આશા સેવાઈ રહી છે કે, તેહરાન કોઈપણ સમયે હુમલો કરી શકે છે.

ઈરાન રવિવાર સુધીમાં ઈઝરાયલ સામે જવાબી કાર્યવાહી કરી શકે

અમેરિકા સહિત અનેક દેશોની ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે કે, ઈરાન રવિવાર સુધીમાં ઈઝરાયલ સામે જવાબી કાર્યવાહી કરી શકે છે. જો આ હુમલો થાય છે, તો તે મધ્ય પૂર્વમાં મોટા પાયે યુદ્ધ તરફ દોરી શકે છે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી પરોક્ષ યુધ્ધ ચાલી રહ્યું છે, પરંતુ હવે, સીધા યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. 2020માં પણ આવું જ, તંગ વાતાવરણ જોવા મળ્યું હતું, જ્યારે ઈરાનના ટોચના કમાન્ડર કાસિમ સુલેમાની ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયા હતા.

ઈરાન હુમલો કરશે તો અમે જવાબ આપીશુંઃ ઈઝરાયેલ

ઈઝરાયેલી સેનાએ કહ્યું છે કે તેણે હજુ સુધી નાગરિકો માટે નવી એડવાઈઝરી જારી કરી નથી, પરંતુ તે સંપૂર્ણ હાઈ એલર્ટ પર છે. તેણે અનેક પ્રકારની પરિસ્થિતિઓ માટે તૈયારી કરી છે. ગુરુવારે વિદેશ પ્રધાન ઇઝરાયેલ કાત્ઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ફારસી ભાષામાં ટ્વિટ કર્યું. જેમાં તેણે કહ્યું હતું કે, જો ઈરાન તેની સીમાથી હુમલો કરશે તો ઈઝરાયેલ પણ જવાબ આપશે અને ઈરાન પર હુમલો કરવામાં આવશે.

ભારતે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી

યુદ્ધના એંધાણ વચ્ચે ભારત, ફ્રાન્સ, રશિયા, અમેરિકા સહિત ઘણા દેશોએ તેમના નાગરિકોને મધ્ય પૂર્વના આ બે દેશોમાં મુસાફરી કરવાનું ટાળવા કહ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, પ્રદેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તમામ ભારતીયોને આગામી સૂચના સુધી ઈરાન અથવા ઈઝરાયેલની મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવે છે. હાલમાં ઈરાન અથવા ઈઝરાયેલમાં રહેતા તમામને ભારતીયનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે. ત્યાં દૂતાવાસ અને તમારી નોંધણી કરાવો.

ઈરાન આગામી 48 કલાકમાં ઈઝરાયેલ પર હુમલો કરી શકે

વિદેશ મંત્રાલયે શુક્રવારે એક નોટિફિકેશન બહાર પાડીને ભારતીયોને વધુ સૂચના ન મળે ત્યાં સુધી ઈરાન અને ઈઝરાયેલની મુસાફરી ટાળવા જણાવ્યું હતું. ઈરાન આગામી 48 કલાકમાં ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે તેવા અહેવાલો વચ્ચે આ એડવાઈઝરી જારી કરવામાં આવી છે.

  • Follow us on: