• લોકસભા ચૂંટણી પહેલાં ભાજપે Google Ads દ્વારા પ્રચારમાં 80 હજાર જાહેરતો કરી
  • ભાજપે રાજકીય જાહેરાતો પર 39 કરોડ 41 લાખ 78 હજાર 750 રુપિયા ખર્ચ કર્યો છે
  • અમેરિક ટેક ગુગલના 1 જાન્યુઆરી થી 11 એપ્રિલ 2024 વચ્ચેની જાહેરાતોના આંકડા

લોકસભા ચૂંટણી 2024 પહેલા ભારતીય જનતા પાર્ટીએ 80 હજાર 667 રાજકીય જાહેરાતો પર 39 કરોડ 41 લાખ 78 હજાર 750 રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ તમામ જાહેરાતો અમેરિકન ટેક કંપની ગૂગલ દ્વારા 1 જાન્યુઆરીથી 11 એપ્રિલ 2024 વચ્ચે આપવામાં આવી હતી. ગૂગલના એડ ટ્રાન્સપરન્સી સેન્ટરના આંકડા દ્વારા આ વાત સામે આવી છે.

દરેક રાજ્યો માટે ભાજપનો જાહેરાત ખર્ચ 2 કરોડ રૂપિયાને વટાવી ગયો

સત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગૂગલ ઇનસાઇટ્સના ડેટાને ટાંકીને એક અંગ્રેજી અખબાર ધ હિન્દુએ આ અહેવાલ આપ્યો છે કે, વિસ્તારના આધારે જાહેરાત ખર્ચના સંદર્ભમાં ઉત્તર પ્રદેશ, ઓડિશા, બિહાર, મહારાષ્ટ્ર અને રાજસ્થાન એમ ટોચના પાંચ લક્ષ્યાંકિત રાજ્યો છે. 2024ની શરૂઆતથી આ દરેક રાજ્યો માટે ભાજપનો જાહેરાત ખર્ચ 2 કરોડ રૂપિયાને વટાવી ગયો છે. યુપીમાં લગભગ રૂ. 3.38 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે લક્ષદ્વીપ જાહેરાત ખર્ચના સંદર્ભમાં યાદીમાં સૌથી નીચે હતું. જ્યાં પાર્ટીએ રૂ. 5,000 કરતાં થોડો વધુ ખર્ચ કર્યો હતો.

ભાજપની જાહેરાતોમાં નરેન્દ્ર મોદીના નારાનો દબદબો!

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 29.8 કરોડ રૂપિયા અથવા લગભગ 75 ટકા રકમ, કુલ 39.4 કરોડ રૂપિયામાંથી Googleની વીડિયો જાહેરાતો પર ખર્ચવામાં આવી હતી અને લગભગ 9.58 કરોડ રૂપિયા ઈમેજ એડ માટે આપવામાં આવ્યા હતા. મોટાભાગની જાહેરાતોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દર્શાવવામાં આવ્યા હતા, જ્યારે તેમની આસપાસ દેશના તકનીકી અથવા ઔદ્યોગિક સ્થળોની તસવીરો મૂકવામાં આવી હતી. આ જાહેરાતોમાં પાર્ટી સિમ્બોલની સાથે અલગ-અલગ ભાષાઓ હિન્દી અને અંગ્રેજી વગેરેમાં નાના મેસેજ પણ લખવામાં આવ્યા હતા.

Ads પર ખર્ચ કરવામાં કોંગ્રેસ ક્યાં છે?

કોંગ્રેસ પણ ગૂગલ એડ પર મોટી રકમ ખર્ચવામાં પાછળ નથી. 1 જાન્યુઆરી 2024 થી 11 એપ્રિલ 2024 ની વચ્ચે આ ટીમે 736 જાહેરાતો પર 8 કરોડ 12 લાખ 97 હજાર 750 રૂપિયા ખર્ચ્યા હતા. જો કે, કોંગ્રેસનું ધ્યાન મહારાષ્ટ્ર, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા હતા. એકલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસે જાહેરાતો માટે રૂ. 2.32 કરોડ ચૂકવ્યા હતા.

  • Follow us on: