• કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને CAA મુદ્દે કૌંગ્રેસ પર સાધ્યું નિશાન
  • અમેરિકા સહિત અનેક દેશોએ CAAની ટિકા કરી પણ કોંગ્રેસ ચૂપ રહી હતી
  • કોંગ્રેસે ભાજપ અને RSS અને CAA પણ વિરોધ ન કર્યોઃ સીએમ પિનારાઈ

કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને ગુરુવારે 11 એપ્રિલ નાગરિકતા સંશોધન કાયદા-CAA પર તેના મૌનને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું. સીએમ વિજયને એક સમયે ભારતીય ગઠબંધનમાં તેના સહયોગી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને આરોપ લગાવ્યો કે, દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ આરએસએસ અને ભાજપ જેવી જ માનસિકતા બતાવી રહી છે.

કેરળ એકમ CAAનો વિરોધ કરવા માટે ડાબેરી મોરચામાં જોડાયું હતું

INDI બ્લોકના સાથી CPIના નેતા પિનારાઈ વિજયને આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસનું કેરળ એકમ જ્યારે શરૂઆતમાં CAAનો વિરોધ કરવા માટે ડાબેરી મોરચામાં જોડાયો હતો ત્યારે કોંગ્રેસે રાષ્ટ્રીય નેતૃત્વના કહેવા પર તેમાંથી પીછેહઠ કરી છે.

CAA મુદ્દે કોંગ્રેસ અને રાહુલ ગાંધી મૌન રહ્યા હતાંઃ સીએમ પિનારાઈ વિજયન

પિનારાઈ વિજયને અટ્ટિંગલ લોકસભા સીટ પર એલડીએફની ચૂંટણી બેઠકમાં કોંગ્રેસ પર આ આરોપો લગાવ્યા હતા. સીપીઆઈ(એમ)ના વી જોય 2024ની લોકસભા ચૂંટણી અટિંગલ લોકસભા બેઠક પરથી લડી રહ્યા છે. સીએમ વિજયને આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી સીએએ અંગે મૌન છે.

કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં CAA અંગે કોઈ જાહેરાત કરી નથી

વધુમાં પિનારાઈ વિજયને ક્હ્યું કે, કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં CAA અંગે કોઈ જાહેરાત કરી નથી. સીએમ વિજયને કહ્યું કે અમેરિકા સહિત ઘણા દેશોએ CAAની ટીકા કરી છે અને તેનો વિરોધ કર્યો છે, પરંતુ કોંગ્રેસે ન તો તેના પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું અને ન તો RSS અને BJPના એજન્ડાનો વિરોધ કર્યો.

કોંગ્રેસની ફરિયાદ પર કેજરીવાલ જેલમાં ગયા

સીપીઆઈના નેતાએ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ ઈડી, ઈન્કમટેક્સ અને અન્ય તપાસ એજન્સીઓ સામે ત્યારે જ અવાજ ઉઠાવે છે જ્યારે તેના નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. અરવિંદ કેજરીવાલ અને સીપીઆઈના નેતા થોમસ આઈઝેકનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે જ્યારે અન્ય પક્ષોના નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે કોંગ્રેસ ચૂપ રહે છે. તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ EDની કાર્યવાહીનું કારણ કોંગ્રેસ દ્વારા દિલ્હી લિકર પોલિસી કેસમાં દાખલ કરવામાં આવેલી FIR હતી. સીએમએ કહ્યું કે, થોમસ આઇઝેકની ધરપકડ ન કરવા અંગે કોંગ્રેસે જ ED પર સતત સવાલો ઉઠાવ્યા છે.

  • Follow us on: