• CBIએ દિલ્હી લિકર પોલીસી કેસમાં તેલંગણાના પૂર્વ સીએમ કેસીઆરની પુત્રીની ધરપકડ કરી
  • BRS નેતા કે. કવિતાની ન્યાયિક કસ્ટડી મંગળવારે પૂરી થતાં કોર્ટે 23 એપ્રિલ સુધી કસ્ટડી લંબાવી
  • AAPને દારૂના લાયસન્સમાં મોટો હિસ્સો મેળવવા માટે 100 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ

CBIએ ગુરુવારે 11 એપ્રિલ, 2024ના દિલ્હી લિકર પોલિસી કેસમાં તેલંગાણાના ભૂતપૂર્વ સીએમ કેસીઆરની પુત્રી કે કવિતાની ધરપકડ કરી. BRS નેતા કે કવિતા હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. મંગળવારે 9 એપ્રિલ, 2024, કોર્ટે કે કવિતાની કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવી હતી અને જ્યુડિશિયલ કસ્ટડીની મુદત પૂરી થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.

કોર્ટે સોમવારે કવિતાને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો

સોમવારે 8 એપ્રિલે, કોર્ટે કે. કવિતાને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે, તેણે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જો તેમને રાહત આપવામાં આવે તો તેઓ ભવિષ્યમાં પણ આ કરી શકે છે. વાસ્તવમાં, EDએ આરોપ લગાવ્યો છે કે કે કવિતા દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સામેલ દક્ષિણ જૂથની સભ્ય છે.

EDએ શું કર્યો દાવો?

EDએ કહ્યું છે કે કે કવિતા દક્ષિણ જૂથની એક મહત્વપૂર્ણ સભ્ય છે જેના પર દિલ્હીના શાસક પક્ષ આમ આદમી પાર્ટી AAPને દારૂના લાયસન્સમાં મોટો હિસ્સો મેળવવા માટે 100 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ છે.

દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ  કેસ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે દારૂની નીતિ બનાવવામાં અને લાગુ કરવામાં કથિત ભ્રષ્ટાચાર થયો છે. EDએ AAPના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને આ કેસમાં મુખ્ય કાવતરાખોર ગણાવ્યા અને કહ્યું કે આમાં પાર્ટીના ઘણા નેતાઓ અને મંત્રીઓ પણ સામેલ હતા. બીજી તરફ, આ તમામ આરોપોને નકારી કાઢતા, કે કવિતા અને AAPએ કહ્યું કે રાજકીય બદલાની ભાવનાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

  • Follow us on: