- દેશમાં એક મહિનામાં UPI દ્વારા રુ. 120 કરોડના વ્યવહારો થઈ રહ્યાં છે
- અમેરિકામાં એક વર્ષમાં 40 રુપિાય કરોડના ડિજિટલ ટ્રાન્ઝેક્શ થઈ રહ્યાં
- ભારતની UPI સેવાઓ શ્રીલંકા, મોરેશિયસ, નેપાળમાં પણ શરૂ કરવામાં આવી
ડિજિટલ પેમેન્ટ બાબતે ભારત સતત નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યું છે. વિદેશમંત્રીએ ડિજિટલ પેમેન્ટ્સમાં ભારતની વૃદ્ધિને પ્રકાશિત કરતાં કહ્યું કે, દેશમાં એક મહિનામાં UPI દ્વારા રૂ. 120 કરોડના વ્યવહારો થઇ રહ્યા છે. ભારતની તુલના અમેરિકા સાથે કરતાં તેમણે કહ્યું કે, અમે તેમનાથી આગળ છીએ. ત્યાં એક વર્ષમાં માત્ર 40 કરોડ રૂપિયાના ડિજિટલ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે.
ભારતમાં 120 કરોડ રુપિયાના વ્યવહારો UPIથી થઈ રહ્યાં છે
વધુમાં, વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે, આજે અમે UPI દ્વારા કેશલેસ પેમેન્ટ કરીએ છીએ. અમારી પાસે એક મહિનામાં 120 કરોડ રૂપિયાના વ્યવહારો છે, જ્યારે અમેરિકા વર્ષમાં માત્ર 40 કરોડ રૂપિયાના ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી શકે છે. તમારે જોવું જોઈએ કે અમે કેટલાક ક્ષેત્રોમાં કેવી રીતે પ્રગતિ કરી છે અને વિશ્વ તેની પ્રશંસા કરે છે.
11 એપ્રિલ 2016 ના રોજ શરૂ થયું
એક સત્તાવાર સરકારી પ્રેસનોટ પ્રમાણે UPI એ એક એવી સિસ્ટમ છે જે એક જ મોબાઈલ એપ્લિકેશન સાથે બહુવિધ બેંક ખાતાઓને લિંક કરે છે. તે 11 એપ્રિલ 2016 ના રોજ ભારતીય રિઝર્વ બેંકના તત્કાલીન ગવર્નર રઘુરામ રાજન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.
હવે UPI દ્વારા રોકડ જમા કરવાનો પ્રસ્તાવ
ગત અઠવાડિયે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ દ્વારા યુઝર્સને કેશ ડિપોઝિટ મશીનમાં રોકડ જમા કરવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નાણાકીય નીતિની જાહેરાત કરતા RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, આ વિચાર મુખ્યત્વે ડેબિટ કાર્ડ દ્વારા કેશ ડિપોઝિટ મશીનો દ્વારા રોકડ જમા કરવાનો છે. એટીએમ પર યુપીઆઈનો ઉપયોગ કરીને કાર્ડલેસ રોકડ ઉપાડના અનુભવને ધ્યાનમાં રાખીને, હવે યુપીઆઈનો ઉપયોગ કરીને સીડીએમમાં રોકડ જમા કરવાની સુવિધા પ્રદાન કરવાનો પ્રસ્તાવ છે. આ સાથે જ ભારતની UPI સેવાઓ શ્રીલંકા, મોરેશિયસ અને નેપાળમાં પણ શરૂ કરવામાં આવી છે.