- નાગપુર એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેલ મળ્યો
- એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી
- નાગપુર પોલીસે આની તપાસ માટે સાયબર નિષ્ણાતોની ટીમ પણ તૈનાત કરી
નાગપુર એરપોર્ટ એડમિનિસ્ટ્રેશનને ફરી એકવાર 25 જૂન, મંગળવારે નાગપુર એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેલ મળ્યો છે. છેલ્લા બે મહિનામાં આ ચોથી ઘટના છે જ્યારે નાગપુર એરપોર્ટને બ્લાસ્ટ કરવા સંબંધિત ધમકીભર્યો ઈ-મેલ મોકલવામાં આવ્યો છે. સોમવાર, 24 જૂને પણ નાગપુર એરપોર્ટ એડમિનિસ્ટ્રેશનને આવો જ ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. આવા ધમકીભર્યા ઈ-મેલ સતત મળવાના કારણે એરપોર્ટ અને તેની આસપાસ પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.
બીજા દિવસે ફરીથી ધમકીભર્યો મળ્યો ઈ-મેલ
આજે સતત બીજા દિવસે ફરીથી ધમકીભર્યો ઈ-મેલ મળ્યા બાદ એરપોર્ટ પ્રશાસને આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જે બાદ એરપોર્ટ વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કોણ વારંવાર ધમકીભર્યા ઈ-મેઈલ મોકલી રહ્યું છે? નાગપુર પોલીસે આની તપાસ માટે સાયબર નિષ્ણાતોની ટીમ પણ તૈનાત કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે ઈ-મેલ દ્વારા બોમ્બની ધમકી મળ્યા બાદ સુરક્ષાકર્મીઓએ સોમવારે નાગપુર એરપોર્ટની સઘન શોધખોળ હાથ ધરી હતી, પરંતુ એરપોર્ટ પરિસરમાંથી કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.
બે મહિનામાં ચોથી ઘટના
અગાઉ 29 એપ્રિલ, 18 જૂન અને 24 જૂનના રોજ એરપોર્ટ પર બોમ્બની ધમકીઓ ધરાવતા ઈ-મેલ મળ્યા હતા. નાગપુર એરપોર્ટના સુરક્ષા કર્મચારીઓએ 24 જૂન સોમવારેના રોજ અધિકારીઓને ઈ-મેલ દ્વારા બોમ્બની ધમકી મળ્યા બાદ સંપૂર્ણ શોધ હાથ ધરી હતી. પરંતુ આ વિસ્તારમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. આજે ફરી એવું જ થયું.
સુરક્ષા એજન્સીઓ આ મામલે કરી રહી છે તપાસ
તમને જણાવી દઈએ કે દેશના મોટા શહેરોની સાથે નાગપુરથી વિદેશ જનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે. તેને જોતા સુરક્ષા એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આ વ્યસ્ત અને મહત્વપૂર્ણ એરપોર્ટ પર સતત બોમ્બની ધમકીઓ મળી રહી છે. આ એરપોર્ટ પરથી દરરોજ સરેરાશ સાતથી આઠ હજાર લોકો હવાઈ મુસાફરી કરે છે. હાલમાં નાગપુરથી દિલ્હી, મુંબઈ, પુણે, ઈન્દોર, હૈદરાબાદ, બેંગલુરુ, કોલકાતા, અમદાવાદ, ચેન્નઈ, લખનૌ, નાસિક, બેલગામ, અજમેર અને શારજાહ અને દોહાની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ છે.