ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યુ હોવાનું સામે આવ્યું છે. ગંગોત્રી ધામ અને મુખવા પાસે ધરાલી ગામમાં મંગળવારે વાદળ ફાટતા એક નહેરનું પાણી બહુ ઝડપથી પહાડથી નીચેના વિસ્તારોમાં ધસી આવ્યું. આ ઘટના ઘણી ગંભીર છે. નહેરના પાણીની સાથે ઘણો કાટમાળ પણ આવ્યો છે. આશંકા છે કે જેમાં કેટલાક લોકો દટાયા હોઇ શકે, 60 લોકો ગુમ થયા હોવાની આશંકા જણાઇ રહી છે. જ્યારે 4 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ 100 લોકો ફસાયા છે. 



રાહત-બચાવ કામગીરી તેજ 

વાદળ ફાટ્યા પછી નાળાનું પાણી ફેલાઇ જતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. પરંતુ સદનસીબે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગે અકસ્માતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. રાહત અને બચાવ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. 



પ્રભાવિત ગામ ગંગોત્રી ધામ અને ગંગાજીના શીતકાલીન પ્રવાસ મુખવાની ઘણી નજીક છે. આ વિસ્તારમાં વાદળ ફાટવાથી લોકો ગભરાઇ ગયા છે. પ્રશાસન તરફથી લોકોને સુરક્ષિત રહેવાની સલાહ આપી છે અને તાત્કાલિક પગલા ભરવામાં આવી રહ્યા છે જેથી કોઇ જાનહાનિ ન થાય.. લ્લેખનીય છે કે ઉત્તરાખંડ અને હિમાચલ જેવા પહાડી રાજ્યોમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓ થતી રહે છે. જેમાં અનેક લોકોના જીવ જાય છે અને ઘરોને પણ મોટુ નુકસાન થાય છે. 


સીએમ ધામીએ શું કહ્યું ? 
ઘટનાને પગલે સીએમ ધામીએ ટ્વિટ કરતા જણાવ્યું કે ધરાલીમાં થયેલી ઘટના દુઃખી કરનારી છે.   પરંતુ ઝડપથી લોકોને બચાવવાની કામગીરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.  સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. એસડીઆરએફ અને એનડીઆરએફ રાહત અને બચાવ કામગીરીમાં જોડાઇ છે. 

 

  • Follow us on: