ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. વરસાદને કારણે રુદ્રપ્રયાગના અલગ અલગ વિસ્તારોમાં ભારે વિનાશ થયો છે. ભૂસ્ખલન, વાદળ ફાટવુ વગેરે જેવી ઘટનાઓ બની રહી છે. પરિણામે લોકોના ઘર તથા વાહનોમાં ભારે નુકસાન થઇ રહ્યુ છે. ભેખડો ધસી પડતા કેદારનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે.


રુમશી ગામમાં વાદળ ફાટ્યુ

રુદ્રપ્રયાગના રુમશી ગામમાં વાદળ ફાટતા પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદ અને ભેખડો ધસી પડવાને કારણે ગામલોકોના ઘરો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા અને પોતાનો જીવ બચાવ્યો હતો. ઘરો અને વાહનો કાટમાળ નીચે દટાઈ જવાથી સ્થાનિક લોકોને લાખોનું નુકસાન થયું છે. મોડી રાત્રે મુશળધાર વરસાદ અને વીજળીના કડાકાને કારણે સમગ્ર કેદાર ખીણમાં જોરદાર ગાજવીજ સાથે મુશળધાર વરસાદ પડ્યો હતો. રુમશી ભોસલા ગામની આસપાસના ઘણા ગામોમાં ભૂસ્ખલનને કારણે લોકોના ઘરો કાટમાળથી ભરાઈ ગયા હતા. આ કાટમાળ નીચે ઘણા વાહનો દટાઈ ગયા હતા. લોકોએ કોઈક રીતે ભાગીને પોતાનો જીવ બચાવ્યો.

ઘરો દટાયા, વાહનોમાં નુકસાન

ગ્રામજનોએ વાદળ ફાટવા અને ઘરો કાટમાળ નીચે દટાયા હોવાની માહિતી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને મોકલવામાં આવી પરંતુ બચાવ ટીમ ઘટનાસ્થળે ન પહોંચી શકવાને કારણે ગ્રામજનો ગુસ્સે ભરાયેલા જોવા મળ્યા. કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ઘરો અને વાહનોને ઘણું નુકસાન થયું છે.

નદીઓ બે કાંઠે

રુદ્રપ્રયાગ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને ભૂસ્ખલનનો કહેર જોવા મળ્યો હતો. મોડી રાત્રે ગૌરીકુંડ નજીક ભૂસ્ખલનને કારણે ફૂટપાથ પર મોટા પથ્થરો પડી ગયા હતા જેના કારણે કેદારનાથ તરફનો રસ્તો પણ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. વહીવટીતંત્રે તમામ શ્રદ્ધાળુઓને સલામત સ્થળોએ રોકી દીધા છે. ભારે વરસાદને કારણે અલકનંદા સહિત ઘણી નાની-મોટી નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી. તંત્રએ લોકોને નદી કાંઠે ન જવા અપીલ કરી હતી.


  • Follow us on: