ઉત્તરાખંડનું સૌથી પવિત્ર અને પ્રતિષ્ઠિત પર્વત શિખર નંદા દેવી ફરીવાર ચર્ચામાં આવ્યુ છે. લગભગ 40 વર્ષથી બંધ આ શિખરને હવે પર્વતારોહણ માટે ફરીથી ખોલવાની તૈયારી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય સાહસિક પર્યટનને પ્રોત્સાહન આપવાનો છે. અને સાથે જ ઉત્તરાખંડને સાહસ પ્રેમીઓ માટે એક આકર્ષક સ્થળ બનાવવાનો છે. અહીં ટ્રેકિંગ શરુ થયા બાદ સરકાર અને તંત્ર અભ્યાસ માટે પોતાની ટીમ મોકલશે.


પર્વત સાથે જોડાઇ છે પૌરાણિક કહાની

નંદા દેવી પર્વત ફક્ત એક ઉંચો શિખર નથી. તે ઉત્તરાખંડની લોક શ્રદ્ધા, ભક્તિ અને પરંપરાનું પ્રતીક છે. દર 12 વર્ષે યોજાતી નંદા રાજ જાટ યાત્રા તેના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને પ્રતિબિંબિત કરે છે. આ યાત્રા નંદા દેવીને તેમના માતૃઘરથી તેમના સાસરિયાના ઘરે વિદાય આપવાની પૌરાણિક માન્યતા પર આધારિત છે અને હજારો લોકો તેમાં ભાગ લે છે. પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર, નંદા દેવીને પર્વતારોહણ માટે ફરીથી ખોલવાની યોજના અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા પર્યટન સચિવ ધીરજ સિંહ ગરબ્યાલે કરી હતી. બેઠકમાં, ભારતીય પર્વતારોહણ ફાઉન્ડેશને ઔપચારિક પ્રસ્તાવ આપ્યો હતો કે, આ શિખર અનુભવી પર્વતારોહકો માટે ફરીથી ખોલવામાં આવે. પ્રખ્યાત પર્વતારોહક શશી બહુગુણાએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.

પર્યાવરણ અંગે ચિંતા પણ કરાઇ વ્યક્ત

અમુક નિષ્ણાતોએ સલામતી અને પર્યાવરણ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. પર્વતારોહક તરુણ મહારાએ ચેતવણી આપી હતી કે સરકારે ઉતાવળ ન કરવી જોઈએ કારણ કે આ વિસ્તારમાં હજુ પણ રેડિયેશનનું જોખમ હોઈ શકે છે. વાસ્તવમાં, આ ચિંતાનું મૂળ 1965 માં થયેલ રહસ્યમય મિશન છે. જ્યારે યુએસ ગુપ્તચર એજન્સી CIA અને ભારતના ગુપ્તચર બ્યુરોએ સાથે મળીને ઉત્તરાખંડમાં નંદા દેવીના શિખર પર ચીન પર નજર રાખવા માટે એક પરમાણુ ઉપકરણ સ્થાપિત કર્યું હતું. આ ઉપકરણમાં 5 કિલો પ્લુટોનિયમ-238 હતું. પરંતુ હિમપ્રતાપને કારણે તે ઉપકરણ ત્યાં ખોવાઈ ગયું હતું અને આજ સુધી મળ્યું નથી. 

  • Follow us on: