• પ્રોપર્ટી ખરીદવાનું હવે રહેશે સરળ
  • મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદશો તો થશે ફાયદો
  • સ્ટેમ્પ ડ્યુટીમાં આપવામાં આવી મોટી રાહત

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે દેશનું 7મું બજેટ રજૂ કર્યું. સીતારમણે સંસદમાં પોતાના બજેટ ભાષણ દરમિયાન ઘણી મોટી જાહેરાતો કરી હતી. જેની દેશની જનતા આતુરતાથી રાહ જોઈ રહી હતી. સામાન્ય બજેટ દરમિયાન નાણામંત્રીએ કહ્યું હતું કે વિકસિત ભારત માટે અમારી 9 પ્રાથમિકતાઓ છે.

સ્ટેમ્પ ડ્યુટીમાંથી મળશે રાહત

નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કર્યુ હતુ. જેમાં પ્રોપર્ટીને લઇને મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. ખાસ કરીને મહિલાઓ માટે. મહિલાઓના નામે પ્રોપર્ટી ટેક્સ ખરીદો તો  મિલકત ખરીદવા માટે નોંધણી દરમિયાન વસૂલવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ગરીબોને ઘર ખરીદતી વખતે રજીસ્ટ્રેશન માટે સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત મળી શકશે. 

મહિલાઓની નામે રજિસ્ટર કરવા પર રાહત 

મહત્વનું છે કે નાણામંત્રીએ પ્રોપર્ટી ખરીદવા પર સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે. નાણા મંત્રીએ મહિલાઓના નામે પ્રોાપર્ટી રજિસ્ટર કરવા પર સ્ટેમ્પ ડ્યુટીમાં રાહતનો પ્રસ્તાવ મૂક્યો છે. વધુમાં નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર મહિલાઓને મકાન અને સંપત્તિની ખરીદી પર ફી ઓછી કરવા અને શહેરી વિકાસ યોજનાઓને એક અનિવાર્ય ઘટક બનાવવા પર વિચાર કરશે. તેમણે બજેટ રજૂ કરતા જણાવ્યું કે સરકાર મહિલાઓ દ્વારા ખરીદવામાં આવતી સંપત્તિઓ માટે ફી ઘટાડનારા રાજ્યોને પ્રોત્સાહિત કરશે.

પીએમ આવાસ હેઠળ નવા મકાનો

વધુમાં નાણા મંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગામડાઓ અને શહેરોમાં 3 કરોડ ઘરો બનાવવામાં આવશે. સાથે જ જણાવ્યું કે આગામી પાંચ વર્ષમાં શહેરી આવાસ માટે 2.2 લાખ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાયનો પ્રસ્તાવ મૂક્યો છે. નાણામંત્રીએ એમ સાથે એમ પણ કહ્યું કે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો છે અને 1.8 કરોડ લોકોએ તેના હેઠળ નોંધણી કરાવી છે.


  • Follow us on: