• નાણાકીય વર્ષ 2024-25 માટે સંપૂર્ણ બજેટ રજૂ કરાયું

  • બજેટમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું
  • નાણામંત્રીએ અનેક એક્સપ્રેસ વે અને હાઈવે બનાવવાની જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નાણાકીય વર્ષ 2024-25 માટે સંપૂર્ણ બજેટ રજૂ કર્યું છે. સતત આતમી વખત બજેટ રજૂ કરીને નિર્મલા સીતારમણે નવો રેકોર્ડ બનાવ્યો છે. સાથે જ તેમણે સતત છ બજેટ રજૂ કરવાનો ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડ્યો છે. મહત્વનું કહી શકાય કે, આ બજેટમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, કારણ કે નાણામંત્રીએ અનેક એક્સપ્રેસ વે અને હાઈવે બનાવવાની જાહેરાત કરી છે.

દેશના પૂર્વીય વિસ્તારના વિકાસને વેગ મળશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી, અમૃતસર-કોલકાતા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અંગે બિહારના ગયામાં ઔદ્યોગિક મંજૂરીના વિકાસને ટેકો આપવામાં આવશે. આનાથી દેશના પૂર્વીય વિસ્તારના વિકાસને વેગ મળશે. સાથે જ રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ પણ શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત બક્સરમાં પટના-પૂર્ણિયા એક્સપ્રેસ વે, બોધગયા-રાજગીર-દરભંગા એક્સપ્રેસ વે પણ બનાવવામાં આવશે.

બજેટમાં શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય વિકાસ પર ભાર

નાણામંત્રીએ બજેટમાં શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય વિકાસ પર પણ ભાર મૂક્યો છે. તેમણે આ ત્રણ ક્ષેત્રોમાં વિકાસ માટે 1.48 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. જેમાં રોજગાર, કૌશલ્ય વિકાસ, MSME અને મધ્યમ વર્ગ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. સાથે જ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે. આ યોજનાનો દેશના 80 કરોડ લોકોને લાભ મળી રહ્યો છે.

  • Follow us on: