- શેરબજારમાં કેપિટલ ગેઈન ટેક્સ બે રીતે વસૂલવામાં આવે છે
- લોંગ ટર્મ કેપિટલ ગેઈન 2.50 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો
- સેન્સેક્સ 800 અને નિફ્ટી 300 પોઈન્ટ ગગડ્યા
બજેટે શેરબજારના રોકાણકારોને મોટો આંચકો આપ્યો છે. શેરમાર્કેટમાં કડાકો આવ્યો છે અને સેન્સેક્સ 800 અને નિફ્ટી 300 પોઈન્ટ ગગડ્યા છે. કેપિટલ ગેઈન ટેક્સ હેઠળ લોંગ ટર્મ કેપિટલ ગેઈન 2.50 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે. તે જ સમયે, પસંદગીની સંપત્તિ પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ (STCG) વધારીને 20 ટકા કરવામાં આવ્યો છે. આ દરમિયાન બજારમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે.
શેરબજારમાં કેપિટલ ગેઈન ટેક્સ બે રીતે વસૂલવામાં આવે છે
શેરબજારમાં કેપિટલ ગેઈન ટેક્સ બે રીતે વસૂલવામાં આવે છે. જો કોઈ સ્ટોક 1 વર્ષની અંદર વેચવામાં આવે છે, તો તેના પર થયેલો નફો શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સને આધીન છે, જે તમારા ટેક્સ સ્લેબના આધારે વસૂલવામાં આવે છે. તે જ સમયે, જો સ્ટોક 1 વર્ષ પછી વેચવામાં આવે છે, તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ થાય છે. આમાં 1 લાખ રૂપિયા સુધીનો નફો ટેક્સના દાયરાની બહાર રહેશે, જ્યારે તેનાથી વધુ નફા પર 10 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડશે.
રિલાયન્સના શેરના ભાવ ઘટ્યા
નાણામંત્રીએ બજેટ વાંચવાની શરૂઆત કરી છે અને બીજી તરફ શેરબજાર અને દેશની મોટી કંપનીઓના શેર ઘટવા લાગ્યા છે. હા, મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને બજેટની જાહેરાત પહેલા 19,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. સેન્સેક્સ સતત બીજા દિવસે ઘટી રહ્યો છે. કંપનીના શેર 3000 રૂપિયાની નીચે ટ્રેડ થઈ રહ્યા છે. જો નિષ્ણાતોનું માનીએ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં સોમવારની જેમ મોટો ઘટાડો જોવા મળી શકે છે. એક દિવસ પહેલા રિલાયન્સના શેર સાડા ત્રણ ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા અને કંપનીના વેલ્યુએશનમાં રૂપિયા 73 હજાર કરોડથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.
અદાણી પાવરના શેરમાં લગભગ 4 ટકાનો વધારો
અદાણી પાવરના શેરમાં લગભગ 4 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે, અદાણી ગ્રીન એનર્જીમાં 2 ટકાથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે અદાણી પોર્ટમાં 1 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે IRFCના શેરમાં 1 ટકો, IREDAના શેરમાં 2 ટકા અને RVNLના શેરમાં 1 ટકો વધ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ ભાષણ આપી રહ્યા છે. ત્યારે શેરબજારમાં ફરી એકવાર હરિયાળી જોવા મળી રહી છે.
બજેટ 2024ને લગતી તમામ જાણકારી મેળવવા અહીં ક્લિક કરો