- લોન્ગ ટર્મ કેપિટલ ગેન 10 ટકાથી વધારીને 12.50 ટકા કરવામાં આવ્યો
- સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા 50,000 રૂપિયાથી વધારીને 75,000 રૂપિયા કરવામાં આવી
- ઈકોમર્સ ઓપરેટર્સને ટેક્સમાં મળશે છૂટ, ટીડીએસ 1 ટકા રહેશે
2024ના બજેટની રજૂઆત કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે મધ્યમ વર્ગને અપેક્ષા મુજબની ભેટ આપી હતી. એક તરફ, સરકારે નવા ટેક્સ શાસનમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદામાં ફેરફાર કર્યો છે. તે જ સમયે, તેના ટેક્સ સ્લેબને પણ પહેલા કરતા વધુ સરળ બનાવવામાં આવ્યા છે.
સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા 50,000 રૂપિયાથી વધારીને 75,000 રૂપિયા કરવામાં આવી
જો કે સરકાર જૂની ટેક્સ વ્યવસ્થામાં મુક્તિ વધારશે તેવી અપેક્ષા હતી, પરંતુ સરકારે તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. નવી ટેક્સ વ્યવસ્થામાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા 50,000 રૂપિયાથી વધારીને 75,000 રૂપિયા કરવામાં આવી છે.
જમીન ખરીદનારાને મોટો ફાયદો
ત્યારે વધુમાં નાણામંત્રીએ કહ્યું કે ટીડીએસ સમયસર નહીં ભરો તો તે ગુનો નહીં ગણાય, ઈકોમર્સ ઓપરેટર્સને ટેક્સમાં છૂટ મળશે અને ટીડીએસ 1 ટકા રહેશે. ત્યારે આ સાથે જ કેપિટલ ગેનની લિમિટ પણ વધારાઈ છે, લોન્ગ ટર્મ કેપિટલ ગેન 10 ટકાથી વધારીને 12.50 ટકા કરવામાં આવ્યો છે. જેના કારણે જમીન ખરીદનારાને મોટો ફાયદો થશે. ત્યારે એન્જલ ટેક્સને આજથી ખતમ કરવામાં આવ્યો છે અને વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સ 5 ટકા ઘટાડવામાં આવ્યો છે. આ સાથે જ નાણામંત્રીએ જણાવ્યું કે બે તૃતીયાંશ લોકોએ નવા ટેક્સ રીજિમને પસંદ કર્યો છે.
કેપિટલ ગેઈન ટેક્સ શેરબજારમાં બે રીતે વસૂલવામાં આવે છે
શેરબજારમાં કેપિટલ ગેઈન ટેક્સ બે રીતે વસૂલવામાં આવે છે. જો કોઈ સ્ટોક 1 વર્ષની અંદર વેચવામાં આવે છે, તો તેના પર થયેલો નફો શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સને આધીન છે, જે તમારા ટેક્સ સ્લેબના આધારે વસૂલવામાં આવે છે. તે જ સમયે, જો સ્ટોક 1 વર્ષ પછી વેચવામાં આવે છે, તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ થાય છે. આમાં 1 લાખ રૂપિયા સુધીનો નફો ટેક્સના દાયરાની બહાર રહેશે, જ્યારે તેનાથી વધુ નફા પર 10 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડશે.
બજેટ 2024ને લગતી તમામ જાણકારી મેળવવા અહીં ક્લિક કરો