- કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂના વિપક્ષ પર વાર
- બજેટને લઇને વિપક્ષના વિરોધ પર કર્યા પ્રહાર
- જનાદેશનું અપમાન કરી રહ્યુ છે વિપક્ષ-કિરણ રિજિજૂ
23 જુલાઇએ બજેટ રજૂ કરવામાં આવ્યું. ત્યારે બજેટને લઇને લઇને વિપક્ષ દ્વારા પ્રહારો કરવામાં આવ્યા હતા. આ બાબતે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વિપક્ષ પર ધારાદાર પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે વિપક્ષ બજેટ પર ચર્ચા ન કરીને જનાદેશનું અપમાન કરી રહ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે વિપક્ષ પ્રધાનમંત્રીને અપશબ્દો કહેવામાં વ્યસ્ત છે. પીએમ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે.
બજેટ પર ચર્ચા કરવા અપીલ
કિરેન રિજિજુએ કહ્યું કે 24 જુલાઈના રોજ બજેટ પર ચર્ચાનો પહેલો દિવસ હતો. દેશવાસીઓ બજેટ પર ચર્ચા ઇચ્છે છે, પરંતુ કેટલાક વિપક્ષી નેતાઓએ એવા નિવેદન આપ્યા કે તેની હું નિંદા કરુ છું. વિપક્ષ માત્ર રાજનીતિ કરી રહ્યો છે. તેઓ જનતાના જનાદેશનું અપમાન કરી રહ્યા છે. વિપક્ષે વડાપ્રધાન વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેઓ પ્રધાનમંત્રી વિશે અપશબ્દો બોલી રહ્યા છે. જે વિપક્ષને શોભતું નથી. આ સાથે જ તેમણે વિપક્ષને બજેટ પર સૌહાર્દપૂર્વક ચર્ચા કરવા અપીલ કરી હતી
પ્રધાનમંત્રી વિરુદ્ધ અપશબ્દો બોલવામાં આવે છે- કિરણ રિજિજૂ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વિપક્ષ વાત બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. બજેટ માટેની ફાળવણી ઐતિહાસિક છે, વિપક્ષે બજેટનો વધુ સારી રીતે ઉપયોગ કરવા વધુ સૂચનો આપવા જોઈએ. પરંતુ વિપક્ષ માત્ર અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યો છે. વડાપ્રધાન મોદી અને એનડીએને મળેલો જનાદેશ છેતરપિંડી ન કહી શકાય. તેમણે સવાલ કર્યો કે શું જનાદેશ સ્વર્ગમાંથી આવ્યો છે? કોંગ્રેસ 99 સીટો પર સમેટાઇ ગઇ છે. શું આ જનાદેશ છે? પીએમ મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડનાર દરેક ઉમેદવાર વડાપ્રધાન પદના ઉમેદવાર છે.
બજેટનો વિપક્ષ દ્વારા વિરોધ
ઉલ્લેખનીય છે કે બજેટ રજૂ થયા બાદ વિપક્ષ દ્વારા સતત વિરોધ કરવમાં આવી રહ્યો છે. ગઈકાલે રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે રજૂ કરાયેલા બજેટમાં બે રાજ્યો સિવાય કોઈને કંઈ મળ્યું નથી. રાજ્યસભામાં વિપક્ષના નેતાએ ઓડિશાથી દિલ્હી સુધીના નામોની યાદી આપી અને કહ્યું કે અમને આશા હતી કે અમે (કર્ણાટક) મહત્તમ મેળવીશું. અમને કશું મળ્યું નહીં. અમે ઈન્ડિયા બ્લોકના સાંસદો આની નિંદા કરીએ છીએ.