- આજથી સંસદમાં બજેટ પર ચર્ચા થવાની છે
- પ્રણિતી શિંદે પણ બજેટ પર ચર્ચામાં ભાગ લેશે
- વિપક્ષી ઇન્ડિયા બ્લોકના સાંસદો સંસદ ભવન સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યુ
નિર્મલા સીતારમણે સંસદમાં નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતુ. આજથી સંસદમાં બજેટ પર ચર્ચા થવાની છે. ચર્ચાની શરૂઆત કુમારી શૈલજા અને શશિ થરૂર લોકસભામાં વિપક્ષ તરફથી બજેટ પર ચર્ચા કરશે. પ્રણિતી શિંદે પણ બજેટ પર ચર્ચામાં ભાગ લેશે. સંસદની કાર્યવાહી શરૂ થતા પહેલા વિપક્ષી ઇન્ડિયા બ્લોકના સાંસદો સંસદ ભવન સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
સંસદના પગથિયાં પર વિપક્ષનું પ્રદર્શન, સ્પીકરે આપી આ વ્યવસ્થા
વિપક્ષી ઇન્ડિયા બ્લોકના સાંસદો સંસદના પગથિયાં પર વિરોધ કર્યો હતો. આ અંગે નારાજગી વ્યક્ત કરતા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે ગેટમાંથી કોઈપણ સભ્યને પ્રવેશવામાં કોઈ અડચણ ન હોવી જોઈએ. આ અંગે અનેક સભ્યોએ ફરિયાદ કરી છે. તેમણે કહ્યું કે શાસક પક્ષ કે વિપક્ષમાંથી કોઈને પણ પ્રશ્નકાળ દરમિયાન બોલવા દેવામાં આવશે નહીં.
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે અમારા વિપક્ષી સાંસદે જે કર્યું તે નિંદનીય છે
પ્રશ્નકાળ દરમિયાન માત્ર પ્રશ્નકાળ ચાલશે. હું આ વ્યવસ્થા આપું છું. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે અમારા વિપક્ષી સાંસદે જે કર્યું તે નિંદનીય છે. સર્વપક્ષીય બેઠકમાં તમામ પક્ષોના નેતાઓએ કહ્યું કે, ગૃહને નિયમો અનુસાર ચલાવવામાં આવે, તેને સારી રીતે ચલાવવામાં આવે. લોકસભા સ્પીકરની વ્યવસ્થા બાદ વિપક્ષના સાંસદો ગૃહની બહાર આવી ગયા હતા.
સંસદની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હંગામો કર્યો
સંસદની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ બજેટનો વિરોધ કરીને હંગામો મચાવ્યો હતો. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નોત્તરી કલાકની કાર્યવાહી ચાલુ રાખવા માટે સભ્યોને અપીલ કરી અને કહ્યું કે ગૃહ આ રીતે ચાલશે નહીં. ઓર્ડર પ્રમાણે કાર્યવાહી ચાલશે.