• પેટાચૂંટણીને લઇને બીજેપી-કોંગ્રેસે ઉમેદવારો કર્યા જાહેર
  • ભાજપે બે રાજ્યની પેટાચૂંટણીની બેઠક માટે ઉમેદવાર કર્યા જાહેર
  • કોંગ્રેસે પણ બે બેઠક પર પેટાચૂંટણીને લઇને ઉમેદવાર કર્યા જાહેર

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી તેમજ ઘણા રાજ્યોમાં પેટાચૂંટણી થવાની છે. બીજેપી,કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓએ ઉમેદવારોના નામનું એલાન કરવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે બીજેપી અને કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરી છે.

બીજેપી કોને આપી ટિકિટ ?

બીજેપીએ પંજાબ અને પશ્ચિમ બંગાળની પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે પશ્ચિમ બંગાળની રાયગંજ વિધાનસભા બેઠક પરથી માનસ કુમાર ઘોષને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. મનોજ કુમાર બિસ્વાસને રાણાઘાટ દક્ષિણ (SC)થી ટિકિટ આપવામાં આવી છે. ભાજપે બગદા (SC) બેઠક પરથી બિનય કુમાર બિસ્વાસ અને મણિકતલા વિધાનસભા બેઠક પરથી કલ્યાણ ચૌબેને ઉમેદવાર બનાવ્યા છે.

હિમાચલ-ઉત્તરાખંડમાં કોંગ્રેસે કોને આપી ટિકિટ ?

તો બીજી તરફ કોંગ્રેસે પણ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની 2-2 બેઠકો માટે પેટાચૂંટણીની યાદી જાહેર કરી છે. હિમાચલની હરમીરપુર વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસે ડો.પુષ્પેન્દ્ર વર્માને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. નાલાગઢ વિધાનસભા પેટાચૂંટણી માટે હરદીપ સિંહ બાવાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઉત્તરાખંડની બદ્રીનાથ વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે લખપત બુટોલાને પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસે ઉત્તરાખંડની મેંગ્લોર વિધાનસભા બેઠક માટે કાઝી નિઝામુદ્દીનને ટિકિટ આપી છે.


પંજાબમાં આપએ કોને આપી ટિકિટ ?

પંજાબની જલંધર પશ્ચિમ વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મોહિન્દર ભગતને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે આ વખતે લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ત્રણ સીટો જીતી છે. પંજાબમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર છે.


  • Follow us on: