મહારાષ્ટ્રના નાસિકમાં એક દુ:ખદ દુર્ધટનામાં બે અગ્નિવીર શહીદ થયા છે. ભારતીય સેનાના બન્ને અગ્નિવીર હૈદરાબાદથી નાસિકના દેવલાલી સ્થિત આર્ટિલરી સ્કૂલમાં ટ્રેનિંગ માટે આવ્યા હતા. ટ્રેનિંગ દરમિયાન આ દુર્ધટના બની હતી. ફાયરિંગ તાલિમ દરમિયાન અગ્નિવીરના હાથમાં તોપનો ગોળો ફૂટ્યો હતો. સેનાએ દુર્ધટનાનું ચોક્કસ કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.
બે અગ્નિવીર જવાનો શહીદ
અગ્નિવીરનો ટ્રેનિંગ પ્રોગ્રામ નાશિકના દેવલાલી સ્થિત આર્ટિલરી સ્કૂલમાં ચાલી રહ્યો છે. આ ટ્રેનિંગ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિવિધ જિલ્લાઓમાંથી અગ્નિવીર પહોંચ્યા છે. હૈદરાબાદથી આવેલા અગ્નિવીર પૈકીના બે તાલીમ દરમિયાન એક દુ:ખદ દુર્ધટનામાં શહીદ થયા હતા. ફાયરિંગ ટ્રેનિંગ દરમિયાન અગ્નિવીરના હાથમાં તોપનો ગોળો ફાટતાં આ કરૂણ દુર્ધટના બની હતી.
દુર્ઘટનાની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ અપાયો
આ દુર્ઘટના અંગે માહિતી આપતા ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, બે અગ્નિવીર ટ્રેનિંગ દરમિયાન શહીદ થયા છે. બન્ને અગ્નિવીર હૈદરાબાદથી મહારાષ્ટ્રના નાસિકની આર્ટિલરી સ્કૂલમાં ટ્રેનિંગ માટે આવ્યા હતા.
આ દુર્ઘટનામાં અનેક અગ્નિવીર ઘાયલ
બે અગ્નિવીરના શહીદ થયાની પુષ્ટિ કરતા સેનાના અધિકારીઓએ કહ્યું કે, અમે આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. દુર્ઘટનાની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટના નાશિક રોડ સ્થિત આર્ટિલરી કેમ્પમાં થઈ હતી. આ દુર્ઘટનામાં અનેક અગ્નિવીર ઘાયલ થયા છે.