દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે કોરોનાની લેટેસ્ટ અપડેટ શેર કરી છે. જે મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 203 નવા કેસ નોંધાયા. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે. હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 3961 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 2 લોકોના કોરોનાથી મોત થયા છે જેમાંથી એક કર્ણાટક અને એક કેરળના દર્દી હતા.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 203 નવા કેસ નોંધાયા
- અત્યાર સુધીમાં કોરોનાથી 28 લોકોના મોત
- કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 3961 થઇ
- છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2ના મોત
ક્યા રાજ્યમાં કેટલા છે કોરોનાના એક્ટિવ કેસ ?
- છેલ્લા એક દિવસમાં તો સૌથી વધારે કોરોનાના કેસ પશ્ચિમ બંગાળમાં વધ્યા
- જો કે કેરળ તો 1400 એક્ટિવ કેસની સાથે ટોપ સ્થાન પર છે.
- મહારાષ્ટ્રમાં કોરોનાના 485 કેસ
- દિલ્હીમાં કોરોનાના 436 કેસ
- ગુજરાતમાં કોરોનાના 320 કેસ
- કર્ણાટકમાં કોરોનાના 238 કેસ
- તમિલનાડુમાં કોરોનાના 199 કેસ
- યુપીમાં કોરોનાના 149 એક્ટિવ કેસ
મહત્વનું છે કે 22ના રોજ એક્ટિવ કેસની સંખ્યા 257 હતી જે 26મેના રોજ વધીને 1010 થઇ ગઇ અને પછી શનિવારે 3 ગણી વધીને 3395 થઇ ગઇ હતી. જો કે સ્વાસ્થ્ય વિભાગે અધિકારીઓને પેનિક ન થવાની સલાહ આપી છે.
નોઇડામાં વધ્યો કોરોના
નોઇડામાં કોરોનાના 14 નવા કેસ સામે આવ્યા છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 57 પર પહોંચી છે. યુપીમાં સૌથી વધારે કોરોનાના કેસ નોઇડામાં છે. નોઇડામાં સતત કોરોનાના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. તમામ દર્દીઓને આઇસોલેશનમાં રખાયા છે. જેમાં 30 પુરુષ અને 27 મહિલા કોરોનાથી સંક્રમિત છે. વધતા કોરોનાના કેસને જોતા તમામ હોસ્પિટલમાં મોકડ્રિલની તૈયારીઓ થઇ રહી છે.
વૃદ્ધો અને ગર્ભવતી સ્ત્રીઓ માટે સલાહ
- કોવિડ-19 દરમિયાન, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓએ વધુ કાળજી લેવાની જરૂર છે.
- વૃદ્ધ લોકો (60 વર્ષથી વધુ) અને ગર્ભવતી મહિલાઓને ઘરની અંદર રહેવાની કડક સલાહ આપવામાં આવે છે.
- નિયમિતપણે હાથ ધોવા, ખાંસી/છીંક ખાતી વખતે તમારા મોંને ઢાંકો અને તમારા ચહેરાને સ્પર્શ કરવાનું ટાળો.
- જે વિસ્તારોમાં વાયરસ વધુ ફેલાઈ રહ્યો છે ત્યાં માસ્ક પહેરો.
- જો તમે ભીડવાળી અથવા સારી હવાની અવરજવર ન હોય તેવી જગ્યાએ હોવ, તો માસ્ક પહેરવાથી વાયરસનો ફેલાવો ઓછો થઈ શકે છે.
- જો તમને કોરોનાના લક્ષણો દેખાય તો તાત્કાલિક પરીક્ષણ કરાવવાની સલાહ આપવામાં આવે છે.
- કોવિડ-19 કેસોની પ્રારંભિક ઓળખ અને અલગ કરવા માટે પરીક્ષણ એક મહત્વપૂર્ણ પગલું છે.
- કોવિડ પ્રભાવિત દેશોની મુસાફરી કરનાર કોઈપણ વ્યક્તિએ પરીક્ષણ કરાવવું જોઈએ.