• NDAની સરકાર બનાવવામાં TDP કિંગમેકર 
  • આંધ્રમાં 25માંથી 16 બેઠક મેળવી છે ટીડીપીએ
  • 16 બેઠક જીતીને ચંદ્રબાબુ નાયડુ બન્યા કિંગમેકર 

ચંદ્રબાબુ નાયુડીના પાર્ટી ટીડીપીએ આંધ્રપ્રદેશમાં પ્રચંડ બહુમત સાથે સત્તામાં પરત ફરી છે. તો વળી લોકસભાની ચૂંટણીમાં પણ ટીડીપીનું શાનદાર પ્રદર્શન રહ્યું. આંધ્રની 25માંછી 16 સંસદીય બેઠકો પર જીત મળી છે. જનતાએ કોઈને સ્પષ્ટ બહુમતી આપી નથી. ભાજપ 240 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની છે, પરંતુ બહુમતનો આંકડો 272 છે. ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનને 292 બેઠકો સાથે બહુમતી મેળવવામાં સફળતા મળી છે. ત્યારે એનડીએની સરકરાર બનવામાં ચંદ્રબાબુ નાયડુની ભૂમિકા મહત્વપૂર્ણ થઇ જશે. ત્યારે આવો જાણીએ ચંદ્રબાબુ નાયડુ કોણ છે અને શું છે તેમનો રાજકીય સફર

કોણ છે ચંદ્રબાબુ નાયડુ ?

  • 1995 થી 2004 અને 2014 થી 2019 સુધી આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી હતા.
  • તેમણે 2004 થી 2014 સુધી આંધ્ર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પણ સેવા આપી
  • 1970ના દાયકામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે તેમની કારકિર્દી શરૂ થઈ
  • 1978 માં, તેઓ આંધ્ર પ્રદેશ વિધાનસભા માટે ચૂંટાયા
  • 1980 થી 1982 સુધી તેમણે રાજ્ય કેબિનેટમાં મંત્રી તરીકે સેવા આપી.
  • ત્યારબાદમાં તેઓ ટીડીપીમાં જોડાયા
  • જેની સ્થાપના તેમના સસરા એનટી રામા રાવ દ્વારા કરવામાં આવી હતી
  • ચંદ્રબાબુ નાયડુએ 1989 થી 1995 સુધી ટીડીપી ધારાસભ્ય તરીકે સેવા આપી હતી
  • આ સમયગાળા દરમિયાન તેઓ એક ઉચ્ચ-પ્રોફાઇલ વિપક્ષી નેતા બન્યા
  • એનટી રામારાવના નેતૃત્વ સામે પક્ષના આંતરિક બળવા પછી તેઓ 1995માં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા
  • વર્ષ 2018માં ચંદ્રબાબુ નાયડુએ NDA સાથે સંબંધો તોડી નાખ્યા હતા.
  •  તેની પાછળનું મુખ્ય કારણ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું હતું.
  • 2019ની વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં ટીડીપીની કારમી હાર થઇ હતી
  • 2024માં તેઓ NDAમાં પરત ફર્યા
  • આંધ્રમાં ટીડીપી, ભાજપ અને પવન કલ્યાણની જનસેનાએ સાથે મળીને ચૂંટણી લડી
  • નાયડુએ 1996 અને 1998માં યુનાઈટેડ ફ્રન્ટનું નેતૃત્વ કર્યું હતું
  • અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની સરકારને ટેકો આપ્યો હતો
  • તેમની રાજકીય કારકિર્દીનો આ એક મહત્વપૂર્ણ તબક્કો હતો, જેણે તેમને રાષ્ટ્રીય રાજકારણમાં મજબૂત બનાવ્યા.

નાયડુ કિંગમેકરની ભૂમિકામાં કેવી રીતે ?

આજે ચંદ્રબાબુ નાયડુ એવી શક્તિ છે જે નક્કી કરી શકે છે કે ભારતના આગામી વડાપ્રધાન કોણ હશે. ઓછી બેઠકો જીતવા છતાં રાષ્ટ્રીય રાજકારણમાં તેમની ભૂમિકાને અવગણી શકાય નહીં. ચંદ્રબાબુ નાયડુનું આ પદ તેમની રાજકીય સમજ અને તેમની કુશળ વ્યૂહરચનાનું પરિણામ છે. તેમને એક એવા નેતા તરીકે જોઈ શકાય છે જે બદલાતા સમય સાથે પોતાને અનુકૂળ કરવાની ક્ષમતા ધરાવે છે. આ જ કારણ છે કે આજે તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં કિંગમેકર તરીકે ઉભરી આવ્યા છે.


  • Follow us on: