- મૂન મિશનનું એક ટાર્ગેટ રહ્યું બાકી
- 18 દિવસથી સ્લીપિંગ મોડમાં છે Pragyan
- ISRO વૈજ્ઞાનિકો કરી રહ્યા છે પ્રયાસ
Chandrayaan-3 એ ભારતનું મહત્વનું મૂન મિશન હતું, જેણે ચંદ્રના સાઉથ પોલ પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરીને દેશને આ પ્રકારની સિદ્ધિ મેળવનાર પ્રથમ દેશ હોવાનું ગૌરવ અપાવ્યું. ઉપરાંત ચંદ્ર પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત વિશ્વનો માત્ર 4થો દેશ બની ગયો છે. આ મૂન મિશનના ઘણા હેતુઓ હતા જેમાંથી એક ઉદ્દેશ્યમાં તેનું રોવર Pragyan પૂર્ણ રીતે સફળ રહ્યું નથી. 
Chandrayaan-3 નું રોવર Pragyan એ ચંદ્રની સપાટી પર ભારતના રાષ્ટ્રીય પ્રતીક ચિહ્ન 4 સિંહોની મુદ્રા અને ISRO ના લોગોના નિશાન એકદમ સ્પષ્ટ રીતે છોડી શક્યું નથી. વૈજ્ઞાનિકોએ આ મામલે કારણ જણાવતા કહ્યું હતું કે જે પોઈન્ટ પર Chandrayaan-3 લેન્ડ થયું તે Shiv Shakti Point ની આસપાસમાં જમીન પર માટી ઓછી અને પથ્થરો વધારે છે. મતલબ કે આ એક સોફ્ટ નહીં પરંતુ હાર્ડ સપાટી છે. જેથી તેના પર સ્પષ્ટ રીતે નિશાન ઉપસી શક્યા નથી. 
જો કે આ ખબરને વૈજ્ઞાનિકો સારી પણ ગણાવી રહ્યા છે. આનાથી ભવિષ્યમાં જે મૂન મિશન આયોજિત કરાશે તેને ઘણી મદદ મળશે. એક્સપર્ટ્સના મતે આ સપાટી રિગોલિથ સોલિડ છે. તેથી તેના પર Pragyan Rover ના નિશાનો એટલા સ્પષ્ટ બની શક્યા નથી જેટલા સ્પષ્ટ રીતે ઉપસવાની આશા હતી. જો કે એક મહત્વની વાત એ પણ છે કે આ જગ્યા ચંદ્રના સાઉથ પોલની આસપાસની જગ્યા છે અને ભવિષ્યમાં જો આ વિસ્તારમાં કોઈ માનવ વસાહત ઊભી કરવાનું આયોજન કરવામાં આવે તો Shiv Shakti Point ની સાઈટનો તેના હેતુ માટે ઉપયોગ કરી શકાય છે. જો કે તેના માટે એ જાણવું ઘણું જ જરૂરી છે કે આ જગ્યા પર ડ્રિલિંગ થઈ શકશે કે કેમ? અને આ સપાટી નીચેનું વાતાવરણ કેવું છે. આ જાણકારીઓનો ફાયદો ભવિષ્યમાં મળવાની સંભાવના છે. 
આ વાતને લઈને ISRO વૈજ્ઞાનિકો પણ માને છે કે જ્યારે Pragyan Rover ના પૈડાઓથી ચંદ્રની સપાટી પર ભારતના રાષ્ટ્રીય પ્રતીક અને ISRO ના લોગો સ્પષ્ટ રીતે ઉપસી શક્યા નથી તો આનાથી આ મુદ્દે વૈજ્ઞાનિકોને વધુ નવીન જાણકારી મળી છે. તેનાથી જાણવા મળ્યું છે કે ચંદ્રની સપાટી એકદમ સોફ્ટ નથી. તે સોલિડ અને ઢોળાવોવાળી છે. આનાથી અનેક નવી જાણકારીઓ ભવિષ્યમાં સામે આવી શકે છે.
ચંદ્રની સપાટી પર ઘણાં એવા તત્વો છે જે તેની માટીને બાંધીને રાખે છે. સોલિડીફાય કરી દે છે. જેનાથી માટી એકદમ સોફ્ટ રહેતી નથી. જેથી તેના પર કોઈ પણ પ્રકારના નિશાન સ્પષ્ટ રીતે ઉપસી આવતા નથી. Pragyan Rover હવે Shiv Shakti Point થી 105 મીટર ચાલી ચૂક્યું છે. આ રોવર છેલ્લા 18 દિવસોથી સ્લીપિંગ મોડમાં છે. Vikram Lander અને Pragyan Rover ને જગાડવાની ઘણા પ્રયાસો ISRO દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેને હજુ સુધી સફળતા મળી નથી.