• ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની વધી રહી છે સંખ્યા
  • સીએમ ધામીએ બેઠકમાં અધિકારીનો આપ્યા નિર્દેશ
  • યાત્રીઓને અગવડતા ન પડે તે માટે સરકાર છે સજ્જ

ચારધામ યાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. શરૂઆતના દિવસોમાં તો એટલી ભીડ જોવા મળી રહી હતી કે ન પૂછો વાત. જો કે યાત્રીઓને કોઇ અગવડતા ન પડે તે માટે ઉત્તરાખંડ સરકાર સક્રિય કામગીરી કરી રહી છે. ત્યારે હવે સોમવારે યોજાયેલી સમીક્ષા બેઠકમાં સીએમ ધામીએ મહત્વનો નિર્દેશ આપ્યો છે.

મોબાઇલ એપ્લિકેશન બનાવવા પર ફોકસ

ચારધામ યાત્રાને સરળ અને સુદ્રઢ બનાવવા માટે યાત્રા સમાધાન પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન પણ રજૂ કરવામાં આવી છે. આ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ભક્તોને એક જ પ્લેટફોર્મ પર તમામ સુવિધાઓ પૂરી પાડવાનો છે. તેના દ્વારા ચારધામ નજીક પોલીસ સ્ટેશન, હોસ્પિટલ, પાર્કિંગ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ સાથે યાત્રામાં સામેલ તમામ પક્ષો જેમ કે BKTC, મંદિર પ્રશાસન, હોટલ, ટૂર ઓપરેટર્સ, ટ્રાન્સપોર્ટર્સ એકબીજા સાથે જોડાઈ શકશે. મુખ્યમંત્રીએ ITDA અને પ્રવાસન વિભાગને મોબાઈલ એપ્લિકેશનવધુ સુગમ બનાવવા માટે કામ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ઓફલાઈન નોંધણીની વિચારણા

CMએ કહ્યું કે ચારધામ માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન 31 મે સુધી બંધ રહેશે. યાત્રા મુજબ ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવા માટે વિચારણા કરવામાં આવશે. આ માટે તેમણે પ્રવાસન સચિવ સચિન કુર્વે અને ગઢવાલના ડિવિઝનલ કમિશનર વિનય શંકર પાંડેને જવાબદારી સોંપી છે. ઉપરાંત ભક્તોની સુવિધા માટે રૂટ ડાયવર્ટ પ્લાન પર કામ કરવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી.

રોડ રસ્તાની કેપેસિટીનું થશે આકલન

સીએમ ધામીએ કહ્યું કે દર વર્ષે યાત્રામાં ભક્તોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. જેથી ચારધામ યાત્રામાં ભીડને કાબૂમાં લેવા તથા ટ્રાફિક જામની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે રાજ્ય સરકાર હવે રોડ રસ્તાની કેપેસિટીનું પણ આકલન કરશે. સીએમ ધામીએ બેઠકમાં જણાવ્યું હતું કે ચારધામ યાત્રાના માર્ગો અને મહત્વના સ્થળો પર પાર્કિંગ અને પાયાની જરૂરિયાતોને લગતી દરખાસ્તો બનાવીને હાઉસિંગ વિભાગને મોકલવી જોઈએ. દર વર્ષે ચારધામ યાત્રાના સમયગાળા દરમિયાન વિશેષ આયોજન કરવું જોઈએ.


  • Follow us on: