- ઉત્તરાખંડના CMએ ઋષિકેશમાં શ્રદ્ધાળુઓ સાથે કરી મુલાકાત
- તમામ શ્રદ્ધાળુઓ માટે 10 મેથી ચારધામ યાત્રાની થઇ છે શરૂઆત
- ચારધામ યાત્રા માટે આવેલા શ્રદ્ધાળુઓની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઋષિકેશમાં ચારધામ યાત્રાની વ્યવસ્થાની સમીક્ષા કરી છે. તેમણે યાત્રીઓ માટે કરવામાં આવેલ ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન CM મુસાફરો સાથે શુભેચ્છા મુલાકાત કરતા અને ચાની ચૂસકી લેતા જોવા મળ્યા હતા.
મળતી માહિતી મુજબ, ઉત્તરાખંડમાં તમામ શ્રદ્ધાળુઓ માટે 10 મેથી ચારધામ યાત્રા શરૂ થઈ છે. આ વર્ષે ચારધામ યાત્રામાં વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોમવારે ઋષિકેશમાં ચારધામ યાત્રા માટે કરવામાં આવેલી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.













