• લોકસભાની ચૂંટણીને લઇને 1જૂને સાતમા તબક્કાનું મતદાન
  • UPની 13 બેઠકો પર પીએમ મોદી સહિત દિગ્ગજો મેદાને
  • વારાણસી, ગોરખપુર સહિત હોટસીટ પર મતદાન

લોકસભાની ચૂંટણીને સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને યોજાશે. 8 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 57 બેઠકો પર સાતમા તબક્કાની ચૂંટણી યોજાશે. જેમાં યુપીની 13 બેઠકોનો પણ સમાવેશ થાય છે. ત્યારે યુપીની આ બેઠકો મહત્વની છે કારણ કે દિગ્ગજોનુ ભાવિ ઇવીએમમાં સીલ થશે. ત્યારે આવો જાણીએ કઇ બેઠક છે ખાસ અને કોણ છે મેદાને

યુપીની આ બેઠકો પર મતદાન

ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા માટે યુપીની મહારાજગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરિયા, બાંસગાંવ, ઘોસી, સલેમપુર, બલિયા, ગાઝીપુર, ચંદૌલી, વારાણસી, મિર્ઝાપુર અને રોબર્ટસગંજ જેવી 13 બેઠકો પર 1 જૂને મતદાન થવાનું છે. આ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથના ગૃહ મતવિસ્તાર ગોરખપુર બેઠક પર મતદાન થશે. કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ પણ ચૂંટણી મેદાનમાં છે.

વારાણસી

યુપીની વારાણસી લોકસભા સીટ કે જ્યાં છેલ્લા બે વખત સાંસદ રહી ચૂકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. . પીએમ મોદીએ 2014ની સરખામણીમાં 2019માં મોટા માર્જિનથી ચૂંટણી જીતી છે. આ વખતે ટાર્ગેટ 2019 કરતા મોટી જીતનો છે, કોંગ્રેસે પ્રદેશ અધ્યક્ષ અજય રાય પર દાવ લગાવ્યો છે. જ્યારે અતહર જમાલ લારી BSP તરફથી ચૂંટણી લડી રહ્યા છે.

ચંદૌલી

કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર નાથ પાંડે ચંદૌલી લોકસભા સીટ પરથી હેટ્રિક કરવાના ઈરાદા સાથે મેદાનમાં છે. તેઓ ઇન્ડિ. ગઠબંધન તરફથી સપાના વીરેન્દ્ર સિંહ અને બસપાના સત્યેન્દ્ર કુમાર મૌર્ય સામે ચૂંટણી લડી રહ્યા છે.

રોબર્ટસગંજ

આ સીટ પરની સ્પર્ધા પણ રસપ્રદ છે. અહીં ભાજપે વર્તમાન સાંસદ પકૌડી લાલ કોલની પુત્રવધૂ રિંકી કોલને ટિકિટ આપી છે. જ્યારે સપાએ છોટાલાલ ખારવાર અને બસપાએ ધનેશ્વર ગૌતમને ઉમેદવાર બનાવ્યા છે.

ઘોસી

ઘોસી લોકસભા સીટ પર ભાજપને આકરા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. આ સીટ પર ઓમ પ્રકાશ રાજભરના પુત્ર અરવિંદ રાજભર એનડીએ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. સપાએ રાજીવ રાય પર દાવ લગાવ્યો છે જ્યારે બસપાએ બાલકૃષ્ણ ચૌહાણને મેદાનમાં ઉતારીને ઓબીસી મતદારોમાં ખળભળાટ મચાવવાનો પ્રયાસ કર્યો છે. અહીંની લડાઈ ત્રિકોણીય લાગે છે.

કુશીનગર

કુશીનગર લોકસભા સીટ પરની લડાઈ રસપ્રદ છે. આ વખતે ભાજપના વર્તમાન સાંસદ વિજય દુબે હેટ્રિકના ઈરાદા સાથે ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે અજય પ્રતાપ સિંહ ઇન્ડિ.

ગઠબંધનમાંથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર સ્વામી પ્રસાદ મૌર્યના આગમનથી સ્પર્ધા વધી છે. મૌર્ય રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે.

મિર્ઝાપુર

કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ મિર્ઝાપુરથી ચૂંટણી લડી રહ્યા છે. તે અહીંથી સતત બે વખત સાંસદ રહી ચુક્યા છે. સપાએ ભાજપમાંથી આવેલા રમેશ બિંદને ટિકિટ આપી છે, જ્યારે બસપાએ મનીષ ત્રિપાઠીને ચૂંટણીમાં ઉતારીને દલિત-બ્રાહ્મણ સમીકરણને હલ કરવાનો પ્રયાસ કર્યો છે.

દેવરિયા

સપા-કોંગ્રેસ ગઠબંધનમાં દેવરિયા લોકસભા સીટ કોંગ્રેસના ખાતામાં આવી ગઈ છે. કોંગ્રેસે આ બેઠક પરથી અખિલેશ સિંહને ટિકિટ આપી છે. જ્યારે સામાજિક કાર્યકર શશાંકમણિ ત્રિપાઠી ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. બસપાએ અહીંયા યાદવ ચહેરા પર દાવ લગાવ્યો છે અને સંદેશ યાદવને ટિકિટ આપી છે.

સલેમપુર

સલેમપુરમાં ભાજપે ફરી બે વખત સાંસદ રવીન્દ્ર કુશવાહ પર દાવ લગાવ્યો છે. તેમની સ્પર્ધા સપાના પૂર્વ સાંસદ રમાશંકર રાજભરથી છે. બીએસપીએ ભીમ રાજભરને મેદાનમાં ઉતારીને રાજભરના મત કાપવાનો પ્રયાસ કર્યો છે. મહારાજગંજ સીટ પર ભાજપ તરફથી છ વખત સાંસદ પંકજ ચૌધરી, સપા તરફથી વીરેન્દ્ર ચૌધરી અને બસપા તરફથી મૌસમ-એ-આલમને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

ગાઝીપુર

મુખ્તાર અંસારીના મૃત્યુ બાદ ગાઝીપુર લોકસભા સીટ પર સપાએ મુખ્તારના મોટા ભાઈ અફઝલ અંસારીને અહીંથી ટિકિટ આપી છે. અફઝલ છેલ્લી વાર અહીં બસપાના સિમ્બોલ પર જીત્યા હતા, તે પાંચ વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે જ્યારે પારસનાથ રાય બીજેપી તરફથી ચૂંટણી લડી રહ્યા છે.

બાંસગાંવ

 પૂર્વ સાંસદ સુભાવતી પાસવાનના પુત્ર કમલેશ પાસવાન ભાજપના ચૂંટણી ચિન્હ પર ચૂંટણી લડી રહ્યા છે. તેઓ ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. સપાએ ચંદલ પ્રસાદને અને બસપાએ રામસમુજ સિંહને મેદાનમાં ઉતાર્યા છે. ડો.રામસમુજ પૂર્વ આવકવેરા અધિકારી પણ રહી ચૂક્યા છે.

ગોરખપુર

VIP સીટોની યાદીમાં ગોરખપુર લોકસભા સીટ પણ સામેલ છે. અહીં ભાજપે ભોજપુરી અભિનેતા અને વર્તમાન સાંસદ રવિ કિશનને ટિકિટ આપી છે. તેમનો મુકાબલો સપા નેતા કાજલ નિષાદ સામે છે. જ્યારે બસપાએ મુસ્લિમ ચહેરા જાવેદ સિમનાની પર દાવ લગાવ્યો છે.


  • Follow us on: