છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલીઓ સાથે અથડામણ થયુ હોવાનું સામે આવ્યું છે.  સવારે ડીઆરજી/બીએસએફની સંયુક્ત પોલીસ ટુકડી અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. જેમાં 30  નક્સલીઓ ઠાર મરાયા હોવાનું સામે આવ્યું છે. તેઓ પાસેથી એકે-47 જેવા આધુનિક હથિયારો પણ મળી આવ્યા છે. 


આ વિસ્તારમાં અથડામણ ચાલુ 

ડીઆરજી સૈનિકો અબુઝહમાદમાં સતત કામગીરી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં, એન્કાઉન્ટરમાં 20 નક્સલીઓ માર્યા ગયાના અહેવાલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માર્યા ગયેલા નક્સલીઓની સંખ્યા વધુ વધી શકે છે. નારાયણપુર, બીજાપુર અને દાંતેવાડામાં નક્સલીઓ અને ડીઆરજી જવાનો વચ્ચે અથડામણ ચાલુ છે. સવારથી જ માડ વિસ્તારમાં ગોળીબાર ચાલી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે DRG સૈનિકોએ મોટા નક્સલી નેતાઓને ઘેરી લીધા છે.

એક સુરક્ષાકર્મીનું મોત 

આ કાર્યવાહીમાં એક સુરક્ષા કર્મચારીનું મોત થયું છે. જ્યારે એક સૈનિક ઘાયલ થયો હોવાનું કહેવાય છે. સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. તેથી, જપ્ત કરાયેલા હથિયારો વિશે હાલમાં માહિતી આપી શકાતી નથી. સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે અબુઝમાડ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં કુલ 30 નક્સલીઓ માર્યા ગયા છે. જેમાં ટોચના નક્સલવાદી નેતા નમ્બાલા કેશવ રાવ ઉર્ફે બસવ રાજ પણ સામેલ છે. 

મોટા જથ્થામાં મળ્યા હથિયારો

છત્તીસગઢ પોલીસના એડિશનલ ડાયરેક્ટર જનરલ (નક્સલ વિરોધી કામગીરી) વિવેકાનંદે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ઓળખાયેલા નક્સલીઓ પર 1.72 કરોડ રૂપિયાનું ઇનામ હતું. દળોએ શસ્ત્રોનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો અને નક્સલીઓના ચાર ટેકનિકલ યુનિટનો નાશ કર્યો, જે શસ્ત્રો અને IED બનાવવા માટે ઉપયોગમાં લેતા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓપરેશન દરમિયાન એકત્રિત કરવામાં આવેલી હકીકતો અને માહિતીનું વિશ્લેષણ કર્યા પછી એવું માની શકાય છે કે એન્કાઉન્ટર દરમિયાન ઘણા વરિષ્ઠ માઓવાદી નેતાઓ માર્યા ગયા છે અથવા ગંભીર રીતે ઘાયલ થયા છે.

  • Follow us on: