ચિરાગ પાસવાને આરામાં જાહેર સભા સંભોધી હતી. જેમાં તેઓએ તેજસ્વી યાદવ અને પ્રશાંત કિશોર અંગે પણ ટીપ્પણી કરી હતી. ચિરાગની આ રેલી રાજનીતિમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ શકે છે. કારણ કે તેઓ પોતાનું સ્થાન તેજસ્વી યાદવ અને પ્રશાંત કિશોર કરતા વધુ મજબૂત બનાવવા માગે છે. ચિરાગના 243 બેઠકો પર ચૂંટણી લડવુ અને એનડીએને જીત અપાવવાના નિવેદન અંગે પણ અનેક તર્ક-વિતર્ક સર્જાઇ રહ્યા છે.


બિહારની રાજનીતિમાં હલચલ

બિહારની રાજનીતિ હમેંશા ચર્ચાનો વિષય રહી છે. અહીં આવતા રાજકીય ભૂકંપના આંચકા દિલ્હી સુધી અનુભવાય છે. ચિરાગ પાસવાનના પ્રભાવશાળી નિવેદનો જનતાને આકર્ષિત કરી રહ્યા છે. ત્યારે 'બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટ'નું તેમનું અભિયાન રંગ લાવી રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. આરામાં જાહેર સભા દરમિયાન ચિરાગ પાસવાને 'બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટ'નો નારો લગાવ્યો હતો. અને તેજસ્વી યાદવ પર કટાક્ષ કર્યો હતો. ચિરાગે તેજસ્વી યાદવને 'વંશવાદી રાજનીતિ'નું પ્રતિક ગણાવ્યુ હતુ. અને જણાવ્યુ હતુ કે, યુવાઓ હવે આ પ્રકારની રાજનીતિને નકારી રહ્યા છે. લાલુ પ્રસાદ યાદવની પાર્ટી પરથી યુવાઓનો વિશ્વાસ તૂટી રહ્યો હોવાનું પણ ચિરાગે જણાવ્યુ હતુ.

ચિરાગ પાસવાનની 'નવી રાજનીતિ' 

ચિરાગ પાસવાને પ્રશાંત કિશોરની પાર્ટી 'સુરાજ પાર્ટી' અંગે પણ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ પ્રશાંત કિશોરના પક્ષને 'નવો પ્રયોગ' તરીકે સંબોધ્યો હતો. સાથે જ એમ પણ જણાવ્યુ હતુ કે, બિહારની જનતા નવા પક્ષ પર વિશ્વાસ કરતા પહેલા તેમના કામને જોશે અને તપાસશે. ચિરાગે પ્રશાંત કિશોરની બિહારમાં બદલાવ લાવવાની વાતની પ્રશંસા કરી હતી. અને ચૂંટણીને નિર્ણાયક મુદ્દો હોવાનું પણ કહ્યુ હતુ. 

  • Follow us on: