જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પ્રવાસન ક્ષેત્રે મોટો ફરક જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રવાસીઓને ફરી જમ્મુ કાશ્મીરમાં આકર્ષવા માટે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ યોગ્ય પગલા લીધા છે. અને આતંકીઓને ચેતવણી આપી છે. પ્રથમ કેબિનેટ બેઠક દરમિયાન તેઓએ પહલગામમાં થયેલા આતંકી હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ફરી પ્રવાસીઓને જમ્મુ કાશ્મીર આવવા અને પ્રવાસીઓમાંથી આતંકવાદીઓનો ડર ખત્મ કરવા માટે પ્રયત્ન હાથ ધર્યા છે.


આતંકીઓને કડક ભાષામાં સંદેશ

જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ આતંકીઓએ પ્રવાસી પર હુમલો કર્યો હતો. જેને ધ્યાનમાં લઇને હવે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેબિનેટ બેઠકમાં ઓમર અબ્દુલ્લાએ જણાવ્યુ છે કે, ફરી પ્રવાસન સ્થળો શરુ કરવા પડશે અને પ્રવાસીઓમાંથી આતંક અંગેનો ડર દુર કરવો પડશે. જેના માટે જમ્મુ કાશ્મીર સરકારે કેન્દ્ર સરકાર પાસે મદદ માગી છે. કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી રહેલા મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પ્રથમ વખત રાજ્યની બહાર બેઠક આયોજિત કરી છે. એક રિસોર્ટમાં આ બેઠક યોજાવાની હતી. જેને લઇને પોલીસ અધિકારીઓએ અહીં મુલાકાત કરી હતી. આ કેબિનેટ બેઠક પહલગામમાં થયેલા આતંકી હુમલાના એક મહિના બાદ યોજાઇ છે. હિન્દુ પ્રવાસીઓને નિશાન બનાવી આતંકી હુમલાઓ કરાયો હતો. જેમાં 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

પ્રથમવાર રાજધાની બહાર યોજાઇ બેઠક

ઓમર અબ્દુલ્લાની સરકારમાં આ પ્રથમ વખત જોવા મળ્યુ છે કે, કેબિનેટ બેઠક જમ્મુ અને કાશ્મીરની બહારના સ્થળ પર યોજાઇ છે. આ બેઠકનું કારણ એકતા અને પ્રવાસન સ્થળોને પુનઃજીવિત કરવાનું છે. આતંકી હુમલા બાદ પ્રવાસન ક્ષેત્રે મોટું નુકસાન જોવા મળ્યુ છે. ઉનાળાનો સમય વેકેશન માટે શ્રેષ્ઠ હોય છે. જ્યાં પહેલા જમ્મુ-કાશ્મીરમાં તમામ રિસોર્ટની હોટલો બુક રહેતી હતી. ત્યાં આજે મોટા ભાગની હોટલો ખાલી પડી છે. પ્રવાસન ક્ષેત્રે નુકસાન થતા જમ્મુ કાશ્મીરની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર જોવા મળી રહી છે. બેઠક દરમિયાન ઓમર અબ્દુલ્લાએ કડક ભાષામાં આતંકીઓને સંદેશ આપ્યો છે કે, અહીં હિંસાને કોઇ સ્થાન નથી.

રાજધાની બહાર બેઠકનો સિલસિલો

ઓમર અબ્દુલ્લાએ 2009-14 સુધી પૂર્વવર્તી જમ્મુ-કાશ્મીર રાજ્યના મુખ્યમંત્રીના રૂપમાં અનેક બેઠકો યોજી હતી. જેમાં પ્રથમ કાર્યકાળ દરમિયાન ઉત્તરી કાશ્મીરના ગુરેજ, માછિલ, તંગધાર અને જમ્મુ ક્ષેત્રના રાજૌરી, અને પુંછમાં પણ કેબિનેટ બેઠકો યોજી છે. તેમનું માનવું છે કે, સરકારના આ પ્રકારના નિર્ણયો જનતામાંથી ડર ઓછો કરવા મદદરૂપ રહેશે. 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલો આતંકી હુમલો ભારત માટે અને જમ્મુ કાશ્મીરના પ્રવાસન ક્ષેત્રે માટે પડકારજનક રહ્યો છે. જેને કારણે ભારત અને પાકિસ્તાનમાં સ્થિતિ વણસી રહી છે.  

  • Follow us on: