• ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે
  • ગાઝા વિસ્તારમાં હમાસનું વર્ચસ્વ વધારે છે
  • કોંગ્રેસે પેલેસ્ટાઈનના લોકો પ્રત્યે સંવેદના દર્શાવી છે.

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને કોંગ્રેસે પેલેસ્ટાઈનના લોકોનું સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે. સોમવારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તરફથી બોલાવવામાં આવેલી વર્કિંગ કમિટીની બેઠક દરમિયાન આ અંગે પ્રસ્તાવ પાસ કરાયો હતો. આ પહેલા પણ અનેક એવા પ્રસંગો પર કોંગ્રેસ પેલેસ્ટાઈનના સમર્થનમાં ઊતરી છે. એકબાજુ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે એવામાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે.

વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી

સોમવારે વર્કિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતિમ સમયે આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. આ પહેલા પણ કોંગ્રેસે આ પ્રકારનું સમર્થન કરેલું હતું. આ બેઠકમાં ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા થવાની હતી. ચૂંટણીને લઈને ઉમેદવારોની યાદી અને અન્ય મુદ્દાઓ ઉપર પણ વાતચીત કરી હતી. આ બેઠકના અંતમાં પેલેસ્ટાઈન અંગેને પ્રસ્તાવ મૂક્યો અને પસાર પણ કરી દેવાયો હતો. એમાં કહેવામાં આવ્યું હતું કે, પેલેસ્ટાઈનની જમીન, લોકોનું આત્મસન્માન અને જીવન અંગેના અધિકારો માટે કોંગ્રેસ પેલેસ્ટાઈનના લોકોનું સમર્થન કરે છે. કોંગ્રેસે ત્યાંના લોકો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે.

2021માં આપ્યું હતું સમર્થન

આ પહેલા પણ કોંગ્રેસ સતત પેલેસ્ટાઈનને સમર્થન આપી રહી છે, જૂન 2021માં તેણે ગાઝામાં પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ પર ભારતના વલણની ટીકા કરી હતી અને પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું હતું. થોડા દિવસો પહેલા પણ કોંગ્રેસે કેન્દ્ર સરકારને ઘેરી હતી અને પેલેસ્ટાઈનને આપેલી પ્રતિબદ્ધતાઓથી પાછા જઈને ઈઝરાયેલને સંપૂર્ણ સમર્થન આપવાનો આરોપ લગાવ્યો હતો.

શું આ મુદ્દો ચૂંટણીને અસર કરશે?

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ભારતમાં ચૂંટણી પર પણ પડી શકે છે.અલબત્ત કોંગ્રેસે પેલેસ્ટાઈનના લોકોને સમર્થન આપવાની જાહેરાત કરી છે, પરંતુ અન્ય રાજકીય પક્ષોએ હજુ સુધી આ મુદ્દે કંઈ કહ્યું નથી. હકીકતમાં આ યુદ્ધને મુસ્લિમોની ભાવનાઓ સાથે જોડવામાં આવી રહ્યું છે. આ વિવાદનું મૂળ અલ અક્સા મસ્જિદ સાથે જોડાયેલ દિવાલ છે. જેના પર મુસ્લિમો, યહૂદીઓ અને ખ્રિસ્તીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

  • Follow us on: