દેશમાં કોરોનાના કેસમાં દિવસ જાય તેમ વધારો થઇ રહ્યો છે. કોરોના સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યા વધીને 5755 પહોંચી ગઇ છે. જો કે સારી વાત એ છે કે 5484 દર્દીઓ સ્વસ્થ થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી 4 લોકોના મોત થયા છે જેથી કુલ મોતનો આંકડો 59 પર પહોંચ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સવારે આઠ વાગ્યા સુધી કોરોનાના 391 નવા કેસ સામે આવ્યા છે. 760 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. જ્યારે 4 લોકોનો કોરોનાથી મોત થયા છે.
ગભરાશો નહી સાવધાની રાખો
દેશના નવ રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેમાં કેરળ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ માં કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં એક-એક દર્દીઓના મોત થયા.
સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે ગભરાશો નહી. ભીડ વાળા વિસ્તારમાં જશો નહી અને માસ્કનો ઉપયોગ કરો. સ્થાનિક પ્રશાસન દ્વારા તમામ પ્રકારની સ્વાસ્થ્ય સેવાની તૈયારીઓ કરવાના નિર્દેશ આપ્યા છે.
સૌથી વધારે કેસ કયા રાજ્યમાં ?
મંત્રાલયે જણાવ્યું કે કોરોનાના કેસમાં વૃદ્ધિનું કારણ નવુ વેરિએન્ટનો પગપેસારો છે. જેમાં એલએફ.7 અને એક્સએફજી, જેએન.1 અને હાલમાં જ ઓળખાયેલો એનબી.1.8.1 સબવેરિએન્ટનો સમાવેશ થાય છે. દેશમાં કુલ એક્ટિવ કેસમાં સૌથી વધારે કેરળમાં 1806 છે. જ્યારે દિલ્હીમાં 665 કેસ છે. આ ઉપરાંત ગુજરાતમાં 717 અને પશ્ચિમ બંગાળમાં 622 અને મહારાષ્ટ્રમાં 577 અને કર્ણાટકમાં 444, તમિલનાડુમાં 194 અને યુપીમાં 208 કેસ છે.