નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ સીઆરપીએફ જવાનની ધરુકડ કરી હતી. આ મામલે રોજે રોજ નવા નવા ખુલાસા થતા રહે છે. ત્યારે આજે પૂછપરછમાં એક મોટો ખુલાસો થયો છે. CRPF જવાને કહ્યું કે તે ભૂલથી આમા ફસાઇ ગયો અને તેમાંથી બહાર ન નીકળી શક્યો. ઉલ્લેખનીય છે કે ભારતની ખુફિયા માહિતી પાકિસ્તાનને મોકલવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી અને તે કામ માટે પૈસા પણ તેને મળતા હતા.


શું કહે છે NIAના અધિકારીઓ 

એક ખાનગી મીડિયાના અહેવાલ અનુસાર NIA અધિકારીઓએ CRPF જવાનની પૂછપરછ કરી છે. મોતી રામની પૂછપરછ પર એક અધિકારીએ કહ્યું, "તેના ફોન પર પાકિસ્તાની હેન્ડલર્સની ચેટ્સ મળી આવી છે. તેણે ચેટ્સ ડિલીટ કરી નથી. NIA હવે તપાસ કરશે કે તેણે કંઈ ડિલીટ કર્યું છે કે નહીં. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો છે અને તે પસ્તાવો પણ કરી રહ્યો છે. તેણે કહ્યું કે તે પાકિસ્તાની હેન્ડલર્સની જાળમાં ફસાઈ રહ્યો છે અને તેમાંથી બહાર નીકળી શક્યો નથી."

ખાતામાં ટ્રાન્સફર થતા હતા રૂપિયા 

રિપોર્ટમાં જણાવ્યા મુજબ 2023થી તે પાકિસ્તાનને ભારતની ગુપ્ત માહિતીઓ મોકલતો હતો. તેને પાકિસ્તાની ઇન્ટેલિજન્સ દ્વારા ફંડ પણ મળ્યુ છે. મોતીરામના ફોનથી ચેટની સાથે સાથે બેંક એકાઉન્ટથી પણ એક મહત્વનો પુરાવો મળ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે દર મહિને તેના ખાતામાં 3000 રૂપિયા આવતા હતા અને આ રકમ વિદેશી ખાતા દ્વારા ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ કારણે શંકા વધુ ઘેરી બની હતી.

મહિલા બનીને કરતો હતો વાત

આરોપી CRPF જવાન સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની એજન્ટ સાથે વાત કરતો હતો. મહત્વની વાત એ છે કે પાકિસ્તાની એજન્ટ મહિલા તરીકે તેની સાથે વાત કરતો હતો. તેણે પહેલા વાતચીત દ્વારા મોતીરામને ફસાવ્યો અને પછી તેને જાસૂસી કરવા માટે રાજી કર્યો. તમને જણાવી દઈએ કે NIA ટીમ હજુ પણ તેની પૂછપરછ કરી રહી છે.

પહલગામમાં જ હતો પોસ્ટેડ 

NIAની તપાસ દરમિયાન એવું બહાર આવ્યું કે CRPF જવાન મોતી રામ અગાઉ પહેલગામ ક્ષેત્રમાં પોસ્ટેડ હતો. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 5 દિવસ પહેલા જ તેને બીજા પ્રદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પહેલગામ આતંકવાદી હુમલા સાથે સંકળાયેલી કડીઓ શોધવામાં રોકાયેલી એજન્સીઓને આ ધરપકડ પછી મોટી મદદ મળવાની અપેક્ષા છે.

  • Follow us on: