• બંગાળની ખાડીમાં ઉદ્ભવ્યુ ચક્રવાતી તોફાન
  • બાંગ્લાદેશના તટે ટકરાશે વાવાઝોડું
  • ભારતમાં વિવિધ જગ્યાએ થશે વરસાદ 

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન શુક્રવારે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું અને હવે સુંદરવનમાંથી પસાર થઈને બાંગ્લાદેશના દરિયાકાંઠે અથડાશે. આ ચક્રવાતી તોફાનની અસરને કારણે ભારતમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે.

ક્યાં ટકરાશે વાવાઝોડુ ?

ચક્રવાતી તોફાન બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાશે ત્યારે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ભારતીય હવામાન વિભાગે આ માહિતી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન મિધિલી 17 નવેમ્બરની રાત્રે અથવા 18 નવેમ્બરની સવારે બાંગ્લાદેશના તટ પર ટકરાશે. આ તોફાનનું કેન્દ્ર બંગાળની ખાડીમાં, પારાદીપ (ઓરિસ્સા)થી 190 કિમી પૂર્વમાં તથા દિઘા (પશ્ચિમ બંગાળ)થી 200 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને ખેપુપારા (બાંગ્લાદેશ)થી 220 કિમી દક્ષિણ-પશ્ચિમમાં છે. ચક્રવાતી તોફાન ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે અને બાંગ્લાદેશના ખેપુપારા નજીકના દરિયાકાંઠે અથડાશે.


ભારતમાં અહીં પડશે વરસાદ

આ વાવાઝોડાનું નામ મિધિલી માલદીવ દ્વારા આપવામાં આવ્યું છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ઉદ્ભવતા વાવાઝોડાથી પ્રભાવિત દેશોને ચક્રવાતી તોફાન કહે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન મિધિલીની ઓડિશામાં વધુ અસર નહીં થાય અને તે ઓડિશાના દરિયાકાંઠેથી પસાર થશે. જો કે, તોફાનની અસરને કારણે શુક્રવારે ઓડિશાના કેન્દ્રપારા અને જગતસિંહપુર જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે.

એલર્ટ અપાયુ

ઓડિશાના સ્પેશિયલ રિલીફ કમિશનરે તમામ જિલ્લા કલેક્ટરને સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યો છે. ચક્રવાતી તોફાનના કારણે બંગાળના દક્ષિણ 24 પરગણા, હાવડા, પૂર્વ મેદિનીપુર અને કોલકાતામાં ભારે વરસાદ થઈ શકે છે.


  • Follow us on: