• લોકસભાની ચૂંટણી વચ્ચે ફેક વીડિયો ચર્ચામાં
  • અમિત શાહ બાદ સીએમ યોગીનો વીડિયો થયો પોસ્ટ
  • નોઇડા STF દ્વારા ફરિયાદ નોંધાતા 1ની ધરપકડ

AIના દુરપયોગના બનાવ એક બાદ એક સામે આવી રહ્યા છે. અમિત શાહનો એડિટેડ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે મામલે એક્શન લેવાયા છે. ત્યારે હવે સીએમ યોગી આદિત્યનાથનો એક ડીપ ફેક વીડિયો સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર અપલોડ થતા નોઇડા પોલીસ એક્શનમાં આવી છે.

નોઇડા STFદ્વારા નોંધાઇ ફરિયાદ

નોઇડા એસટીએફ દ્વારા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે અને આ મામલે ટ્વિટ કરનાર આરોપી કિશોર ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ 1 મેના રોજ નોઈડા બરોલાના રહેવાસી શ્યામ કિશોર ગુપ્તાએ પોતાના એક્સ હેન્ડલ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ડીપ ફેક વીડિયો અપલોડ કર્યો હતો. ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરનાર વ્યક્તિએ લખ્યું કે શું આ વીડિયો સાચો છે. જો સાચો હોય તો જનતા આંધળી ભક્ત છે.

1ની કરવામાં આવી ધરપકડ

વીડિયોમાં યુપી બીજેપી, પીએમઓ, સીએમ યુપી વગેરેને ટેગ કરવામાં આવ્યા છે. નોઈડા એસટીએફના એસીપી રાજકુમાર મિશ્રાએ જણાવ્યું કે એસટીએફ વતી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલામાં બરોલા નોઈડાના રહેવાસી શ્યામ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ એક ડીપ ફેક વીડિયો છે અને AI જનરેટેડ છે.


  • Follow us on: