• દિલ્હીની RML હોસ્પિટલમાં રેકેટનો પર્દાફાશ
  • CBIએ હોસ્પિટલના બે ડોક્ટર સહિત 9 લોકોની કરી ધરપકડ 
  • દર્દીઓ પાસેથી લાંચ લેવાના આરોપ બાદ CBIની કાર્યવાહી

દિલ્હીની RML હોસ્પિટલમાં રેકેટનો પર્દાફાશ કર્યો છે. CBIએ હોસ્પિટલના બે ડોક્ટર સહિત 9 લોકોની ધરપકડ કરી છે. આરોપ છે કે આ લોકો સારવારના નામે દર્દીઓ પાસેથી લાંચ લેતા હતા. ધરપકડ કરાયેલા લોકોમાં મેડિકલ સાધનો સપ્લાય કરનારાઓનો પણ સમાવેશ થાય છે. આ લોકો સંપૂર્ણ રેકેટ ચલાવતા હતા અને હોસ્પિટલમાં આવતા દર્દીઓ પાસેથી સારવારના નામે મોટી રકમ વસૂલતા હતા.

ભ્રષ્ટાચાર મુદ્દે CBIની મોટી કાર્યવાહી

CBIએ ભ્રષ્ટાચારના કેસમાં RML હોસ્પિટલના બે ડોક્ટરો સામે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં એક પ્રોફેસર અને એક આસિસ્ટન્ટ પ્રોફેસરનો સમાવેશ થાય છે. તેના પર સારવારના નામે ગરીબ દર્દીઓ પાસેથી પૈસા લેવાનો અને મેડિકલ સાધનો સપ્લાય કરાવવાના નામે ડીલરો પાસેથી મોટી રકમ લેવાનો આરોપ છે. CBIએ મેડિકલ ઈક્વિપમેન્ટ સાથે સંબંધિત ડોક્ટરો અને ડીલરોના 15 સ્થળો પર દરોડા પાડ્યા છે. CBIએ પોતાની FIRમાં કુલ 16 આરોપીઓનો ઉલ્લેખ કર્યો છે.

શું હતો સમગ્ર મામલો?

RML હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. પર્વતગૌડાની લગભગ 2.5 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરવામાં આવી છે. તેણે આ લાંચ યુપીઆઈ દ્વારા મેળવી હતી. આ સિવાય આરએમએલ હોસ્પિટલની કેથ લેબના સિનિયર ટેક્નિકલ ઈન્ચાર્જ રજનીશ કુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈએ કાર્ડિયોલોજી વિભાગના પ્રોફેસર ડો. અજય રાજ, નર્સ શાલુ શર્મા, હોસ્પિટલના ક્લાર્ક ભુવલ જયસ્વાલ અને સંજય કુમાર ગુપ્તા સહિત પાંચ અન્ય લોકોની ધરપકડ કરી છે. તેમાંથી ચાર અલગ-અલગ સાધનો સપ્લાય કરતી કંપનીઓમાં કામ કરે છે. આ તમામની સીબીઆઈ દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અને ગુનાહિત ષડયંત્ર 120બી હેઠળ ધરપકડ કરવામાં આવી છે.



  • Follow us on: