• દિલ્હી વાસીઓને મળી મોટી ભેટ
  • વાહન પ્રદૂષણમાં થશે ઘટાડો
  • 320 નવી ઇલેક્ટ્રીક બસો કરી રવાના

દિલ્હીવાસીઓને મોટી ભેટ મળી છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ મંગળવારે બાંસેરામાં 320 નવી ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવી હતી. જેથી હવે દિલ્હીમાં કુલ ઇલેક્ટ્રીક બસોની સંખ્યા વધીને 1970 થઇ ગઇ છે. આ કાર્યક્રમમાં દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોત પણ હાજર હતા. મહત્વનું છે કે 2025ના અંત સુધીમાં દિલ્હીમાં કુલ 10,480 બસો ચલાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેમાંથી 80 ટકા ઈલેક્ટ્રિક હશે.

પરિવહન મંત્રીએ શું કહ્યું ?

દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે કહ્યું કે હું દિલ્હીના લોકોને અભિનંદન આપું છું. અમે વધુ એક માઈલસ્ટોન હાંસલ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું વિઝન લોકોને વધુ સારી જાહેર પરિવહન વ્યવસ્થા પૂરી પાડવાનું હતું.


કોચિંગ સેન્ટર અકસ્માત મામલે શું બોલ્યા ઉપરાજ્યપાલ ?

સક્સેનાએ કહ્યું કે આ એક દુ:ખદ ઘટના છે. હું ઉતાવળે નિર્ણય લેવામાં માનતો નથી. ધીમે ધીમે વસ્તુઓ પ્રકાશમાં આવી રહી છે. જે પણ પગલા ભરવાની જરૂર પડશે તે લેવામાં આવશે. મહત્વનું છે કે એલજીએ સોમવારે દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર કોચિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાવાને કારણે ત્રણ સિવિલ સર્વિસના ઉમેદવારોના મૃત્યુ સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને મળ્યા હતા. મળતી માહિતી અનુસાર સક્સેનાએ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી કે આ ઘટના માટે જવાબદાર દિલ્હી ફાયર સર્વિસ (DFS), પોલીસ અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) અધિકારીઓ સામે 24 કલાકની અંદર કાર્યવાહી કરવામાં આવશે.


  • Follow us on: