- દુબઇ જતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ઘટના
- દિલ્હી પોલીસે શોધી નાંખ્યુ કે કોણ કર્યો હતો મેઇલ
- 9મા ધોરણના બાળકે બોમ્બ હોવાનો મેઇલ કર્યો હતો
ફ્લાઇટમાં બોમ્બ હોવાનો ફોન કે પછી ઇમેલ આવતા હોવાનો બનાવો વધી રહ્યા છે. ત્યારે 17 જૂને દિલ્હીથી દુબઈ જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાનો મેસેજ મોકલ્યો હતો. પોલીસે આ મામલે ધોરણ 9માં ભણતા સગીરની પૂછપરછ કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે માત્ર મજાક તરીકે મેઇલ કરવામાં આવ્યો હતો. ત્યારે આવો જાણીએ પોલીસ આ બાળક સુધી કેવી રીતે પહોંચી.
લોકેશન મળ્યુ પિથોરાગઢ
પોલીસે એમ પણ જણાવ્યું હતું કે સગીરે ફ્લાઈટમાં બોમ્બની ધમકી મોકલવા માટે એક નવું મેઈલ આઈડી બનાવ્યું હતું અને મેઈલ મોકલ્યા બાદ તેણે તે આઈડી ડિલીટ કરી દીધુ હતું. જેથી પોલીસ તેના સુધી પહોંચી ન શકે. ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા ઈ-મેલ મોકલનાર વ્યક્તિનું લોકેશન ઉત્તરાખંડના પિથોરાગઢમાં મળી આવ્યું હતું. જે બાદ પોલીસ ટીમને પિથોરાગઢ મોકલવામાં આવી હતી.
ડરી ગયો તો ઇમેઇલ આઇડી ડીલીટ કરી દીધું
પિથોરાગઢ પહોંચતા જ પોલીસ ટીમને ખબર પડી કે હોક્સ બોમ્બ ઈ-મેલ મોકલનાર વ્યક્તિ 13 વર્ષનો છોકરો હતો. એરપોર્ટ પોલીસની ટીમે આ બાળકને પોતાની કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન બાળકે જણાવ્યું કે તેના માતા-પિતાએ તેને અભ્યાસ માટે મોબાઈલ ફોન આપ્યો હતો, જેના દ્વારા તેણે ઈમેલ મોકલ્યા અને બાદમાં તેનું આઈડી ડિલીટ કરી દીધું. તે ડરી ગયો હોવાથી તેણે તેના માતા-પિતાને જાણ કરી ન હતી.
માતા પિતાને સોંપાયો બાળક
ડીસીપી ઉષા રંગનાનીએ જણાવ્યું કે પિથૌરાગઢથી પકડાયેલા આ બાળકે ઉપયોગમાં લીધેલા ફોન મળી આવ્યા છે. વધુમાં, ડાયલ કોલ સેન્ટર પર મોકલવામાં આવેલ ઈમેલ પણ રિટ્રાઇવ કરવામાં આવ્યા છે. સાથે જ આ સગીર બાળકની કસ્ટડી તેના માતા-પિતાને સોંપવામાં આવી છે.