•  દિલ્હી એરપોર્ટ પર અચાનક પાવર ફેલ થતા ગભરાટ ફેલાયો હતો.
  • વીજળી ગૂલ થવાને કારણે મુશ્કેલી સર્જાઇ હતી 
  • ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર અસર થઈ હતી

દેશની રાજધાની દિલ્હીથી એક મોટા સમાચાર છે. દિલ્હી એરપોર્ટ પર અચાનક પાવર ફેલ થતા ગભરાટ ફેલાયો હતો. વીજળી ગૂલ થવાને કારણે મુશ્કેલી સર્જાઇ હતી અને તમામ કામ ઠપ્પ થઈ ગયા હતા. પાવર ફેલ થવાના કારણે તમામ સિસ્ટમ ફેલ હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેનાથી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર અસર થઈ રહી છે. દિલ્હી એરપોર્ટ પર હાજર તમામ મુસાફરો આનાથી પરેશાન થઈ રહ્યા છે.

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 10 મિનિટ લાઇટ ગઇ 

ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટને અસર થઈ રહી છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 10 મિનિટથી વીજળી નથી. જેના કારણે એરપોર્ટ પર તમામ કામગીરી ઠપ થઈ ગઈ હતી. માત્ર મુસાફરો જ નહીં પરંતુ એરલાઈન્સના કર્મચારીઓ પણ પરેશાન થયા હતા. મુસાફરો ચેક ઇન કરી શકતા નથી અથવા સુરક્ષા ચેકિંગ કરાવી શકતા નથી.

એરપોર્ટ પર અફરાતફરી

અચાનક લાઇટ જવાને કારણે એરલાઇન્સ ચેક-ઇન સિસ્ટમ, સુરક્ષા તપાસ માટે ઉપયોગમાં લેવાતા ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર (DFMD) સહિત એરોબ્રિજની કામગીરી, ઇમિગ્રેશન બ્યુરોનું તંત્ર ઠપ્પ થઇ ગયું હતું. પરિણામે, કેટલાક સમય માટે દિલ્હી એરપોર્ટની કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી.

  • Follow us on: