- દિલ્હી લીકર સ્કેમનો મામલો
- બીઆરએસ નેતા કે. કવિતાને હાઇકોર્ટનો ઝટકો
- જામીન અરજી કરી રદ
દિલ્હી લીકર પોલીસી મામલે બીઆરએસ નેતાને દિલ્હી હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે કે. કવિતાની જામીન અરજી ફગાવી છે. આ જામીન અરજીઓ CBI અને ED કેસમાં દાખલ કરવામાં આવી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે.
જામીન અરજી ફગાવી
ED અને CBI દ્વારા આ બંને કેસમાં દાખલ કરવામાં આવેલી જામીન અરજીઓ પર ચુકાદો આપતી વખતે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની સિંગલ બેંચ કે. કવિતાની અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે જસ્ટિસ શર્માએ તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ 28 મેના રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
ED અને CBIએ વિરોધ કર્યો
સુનાવણી દરમિયાન CBI અને EDએ BRS નેતાની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે તેણે 'કૌભાંડ' પાછળના કાવતરામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. BRSમાં સક્રિય નેતા અને તેલંગાણાના MLC હોવાના કારણે તે 'નબળી' મહિલાઓ સાથે સમાનતાની માંગ કરી શકે નહીં. એજન્સીએ તેની દલીલમાં એમ પણ કહ્યું હતું કે તેના પ્રભાવશાળી પદને કારણે તે જામીન પર બહાર રહીને પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડા કરી શકે છે અને તેને પ્રભાવિત કરી શકે છે.
બીઆરએસ દ્વારા શું કરવામાં આવી અરજી ?
મહત્વનું છે કે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને ED-CBIના સભ્યોની મિલીભગતથી તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે આ કૌભાંડમાં તેની સંડોવણીની કોઈ હકીકત નથી. અરજીમાં બીઆરએસ નેતાએ ભારપૂર્વક જણાવ્યું છે કે તપાસ એજન્સીઓ દ્વારા તપાસ સાથે ચેડા કરવામાં આવ્યા છે અને આ બધું રાજકીય ઈરાદાથી કરવામાં આવી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે ED પાસે છે કવિતાની લાંબી પૂછપરછ બાદ હૈદરાબાદમાં તેના પિતા ચંદ્રશેખર રાવના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.