- રાઉઝ એવન્યુ કોર્ટેનો સીએમ કેજરીવાલને 16 માર્ચે હાજર થવાનો આદેશ
- દિલ્હીના લિકર પોલિસી કેસ મની લોન્ડરિંગ કેસમાં સેશન્સ કોર્ટનો સંપર્ક
- ED દ્વારા જારી કરાયેલા સમન્સને પડકારતાં સેશન્સ કોર્ટનો સંપર્ક કર્યો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત દારૂ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સતત સમન્સ પાઠવવામાં આવ્યાં છતાંય હાજર થયાં નથી તેમજ EDએ તેમને આઠ વાર સમન્સ જારી કર્યાં હતાં. અગાઉ કેન્દ્રીય એજન્સીએ તેમને સાત નોટિસ પાઠવી હતી, પરંતુ કોઈને કોઈ કારણસર તે તેની સામે હાજર થયા નહીં. ત્યારે આજે સીએમ અરવિંદ કેજરીવાલે સમન્સ મામલે સેસન્સ કોર્ટનો સંપર્ક કર્યો છે.
કેજરીવાલે નીચલી કોર્ટના સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યો
ત્યારે આજે સમાચાર મળી રહ્યાં છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નીચલી કોર્ટના સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યો, આ મામલો એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલો છે અને દિલ્હી લિકર પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શનિવારે (16 માર્ચ) તેની સામે હાજર થવાનો આદેશ આપ્યો હતો જેને હવે મુખ્યમંત્રીએ આને પડકાર ફેંક્યો છે.
ED દ્વારા જારી કરાયેલા સમન્સને પડકારતાં સેશન્સ કોર્ટનો સંપર્ક કર્યો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી લિકર પોલિસી કેસ મની લોન્ડરિંગ કેસમાં સેશન્સ કોર્ટનો સંપર્ક કર્યો છે. તેમણે સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (ED) દ્વારા જારી કરાયેલા સમન્સને પડકારતાં સેશન્સ કોર્ટનો સંપર્ક કર્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલે EDની ફરિયાદો પર એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા સમન્સને પણ પડકાર્યો છે. કોર્ટે કેજરીવાલને 16 માર્ચે હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.
EDએ બે ફરિયાદ દાખલ કરી હતી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તાજેતરમાં દિલ્હી લિકર પોલિસી મની લોન્ડરિંગ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા જારી કરાયેલા સમન્સનું પાલન ન કરવા બદલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે બે ફરિયાદો દાખલ કરી હતી.