- દિલ્હીમાં કોચિંગ સેન્ટર દુર્ઘટના, 3 વિદ્યાર્થીઓના મોત
- વીરેન્દ્ર સચદેવા, અનુરાગ ઠાકુર અને બાંસુરી સ્વરાજે કર્યા પ્રહાર
- પરિવારને 1 કરોડ રૂપિયાનુ વળતર આપવા માગ
દિલ્હીમાં કોચિંગ સેન્ટરમાં બનેલી ઘટનાને લઇને હાહાકાર મચ્યો છે. ભોંયરામાં પાણી ભરાતા પાણી ભરાતા 3 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે દિલ્હી સરકાર પર લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ભાજપે પણ ઘટનાને લઇને રોષની લાગણી વ્યક્ત કરી.
દિલ્હીમાં ગટરોની સફાઇ થતી નથી- વીરેન્દ્ર સચદેવા
દિલ્હી બીજેપીના પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે અમે છેલ્લા બે મહિનાથી કહી રહ્યા છીએ કે દિલ્હીમાં ગટરોની સફાઈ થતી નથી. અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી AAP સરકાર માત્ર ભ્રષ્ટાચાર કરી રહી છે... AAP બહાના શોધી રહી છે. આપની જવાબદારી હતી કે તે સુનિશ્ચિત કરે કે નાળાઓ સાફ કરવામાં આવે...આપ પાર્ટીને માત્રને માત્ર અરવિંદ કેજરીવાલના વજન અને ખાંડના સ્તરની ચિંતા છે. ભાજપની માંગ છે કે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ દિલ્હી જલ બોર્ડ, દિલ્હી ફાયર સર્વિસીસ, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે. દિલ્હીના મંત્રી આતિશી, AAP ધારાસભ્ય અને AAP મેયર રાજીનામું આપી દેવું જોઇએ .દિલ્હી સરકાર દ્વારા શોકગ્રસ્ત પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે. તેમ જણાવ્યું હતું.
આ દુર્ઘટના સંપૂર્ણ ટાળી શકાય તેવી હતી- બાંસુરી સ્વરાજ
આ મામલે બીજેપી નેતા બાંસુરી સ્વરાજે કહ્યું કે આ આરોપ પ્રત્યારોપની બાબત નથી. પણ 22 જુલાઈએ AAP ધારાસભ્ય દુર્ગેશ પાઠકના ધ્યાન પર લાવવામાં આવ્યું હતું... કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી... બાળકોના મૃત્યુ માટે AAP ધારાસભ્ય દુર્ગેશ પાઠક જવાબદાર છે...એમસીડી, દિલ્હી જલ બોર્ડ અને ડ્રેનેજની સફાઈ બધું અરવિંદ કેજરીવાલ સરકારના શાસન હેઠળ છે...આ દુર્ઘટના સંપૂર્ણપણે ટાળી શકાય તેવી હતી.
આ છે અરવિંદ કેજરીવાલનું મોડલ- અનુરાગ ઠાકુર
બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે આ ઘટનાને વખોડી નાખતા કહ્યું કે આમ આદમી પાર્ટીએ દિલ્હીને શું બનાવીને રાખી છે. દિલ્હીની સીટી ઓફ લેક બનાવવા માગતા હતા ત્યાં ભોંયરામાં ડૂબવાથી 3 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે. આ અરવિંદ કેજરીવાલનું મોડલ છે. આ આપ પાર્ટીનું મોડલ છે. જે પરિવાર પોતાના બાળકોને કોચિંગ સેન્ટર મોકલી રહ્યા છે તેઓ ક્યાંથી જાણતા હશે કે તેઓ પોતાના બાળક ગુમાવશે ?