- સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટની જામીન અરજી ફગાવી દેવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકાર્યો છે
- વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ મામલો ચીફ જસ્ટિસ સમક્ષ મુક્યો
- કોર્ટ સુનાવણી કરવા તૈયાર થઈ ગઈ છે.
સુપ્રીમ કોર્ટ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર 14 જુલાઈએ સુનાવણી કરશે. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ મામલો ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સમક્ષ મૂક્યો, જેના પર કોર્ટ સુનાવણી કરવા તૈયાર થઈ ગઈ છે. સિંઘવીએ જણાવ્યું કે હાઈકોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. સિસોદિયાની પત્ની ગંભીર રીતે બીમાર છે અને હોસ્પિટલમાં દાખલ છે. ગુરુવારે સિસોદિયા પોતાના જામીન મામલે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેમના પર દિલ્હીની Liquor Policyમાં ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. દરોડા બાદ ED દ્વારા તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
EDએ સિસોદિયાની સંપત્તિ જપ્ત કરી













