• ઓવૈસીના નિવાસસ્થાને કાળી શાહી ફેંકી મામલે કાર્યવાહી
  • દિલ્હી પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
  • મારા ઘરને અનેકવાર નિશાન બનાવવામાં આવ્યું: ઓવૈસી

દિલ્હીમાં AIMIM સુપ્રીમો અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીના સત્તાવાર આવાસની બહાર સૂત્રોચ્ચાર કરનારા અને કાળો રંગ ફેંકનારાઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. શુક્રવારે માહિતી આપતા અધિકારીઓએ કહ્યું કે પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે.

લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ગુરુવારે કહ્યું હતું કે અજાણ્યા બદમાશોએ તેમના દિલ્હીના નિવાસસ્થાને કાળી શાહી ફેંકી હતી. ઓવૈસીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. તેણે ટ્વિટમાં કહ્યું હતું કે કેટલાક 'અજાણ્યા બદમાશો'એ મારા ઘર પર કાળી શાહી ફેંકી હતી. દિલ્હીમાં મારા ઘરને કેટલી વાર નિશાન બનાવવામાં આવ્યું તેની ગણતરી બહાર છે.

દિલ્હી પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય દંડ સંહિતાની કલમ 143, 506, 153A અને 147 હેઠળ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ગુરુવારે ઓવૈસીના ઘરે હંગામો મચાવનારા લોકોની શોધ કરવામાં આવી રહી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જોકે ગુરુવારે લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો હતો કે અજાણ્યા બદમાશોએ તેમના દિલ્હીના આવાસ પર કાળી-શાહી ફેંકી હતી. ઓવૈસીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. તેણે ટ્વિટમાં કહ્યું હતું કે કેટલાક 'અજાણ્યા બદમાશો'એ મારા ઘર પર કાળી શાહી ફેંકી હતી. દિલ્હીમાં મારા ઘરને કેટલી વાર નિશાન બનાવવામાં આવ્યું તેની ગણતરી હવે હું ગુમાવી ચૂક્યો છું. જ્યારે મેં દિલ્હી પોલીસ અધિકારીઓને પૂછ્યું કે આ બધું તેમના નાક નીચે કેવી રીતે થઈ રહ્યું છે, તો તેઓએ તેમની લાચારી વ્યક્ત કરી.

  • Follow us on: