• દિલ્હી પોલીસ કમિશનર દ્વારા આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે
  • આ પ્રતિબંધ આગામી 15 દિવસ એટલે કે 2 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી રહેશે
  • નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કલમ 188 હેઠળ થશે કાર્યવાહી

દિલ્હીમાં 15મી ઓગસ્ટે આતંકી હુમલાનું એલર્ટ છે. આને ધ્યાનમાં લઈને પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે અને દરેક જગ્યાએ બંદોબસ્ત વધારી દીધો છે. આતંકવાદી ગતિવિધિઓના ઈનપુટને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ કમિશનરે 15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાં પેરાગ્લાઈડર, પેરામોટર જેવા હવાઈ ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ ઉપકરણો પર મૂકવામાં આવ્યો પ્રતિબંધ

આ ઉપકરણોમાં હેંગ ગ્લાઈડર્સ, માનવરહિત હવાઈ વિમાન જેવા કે રમકડા વગેરેનો સમાવેશ થયા છે. માનવરહિત એરક્રાફ્ટ સિસ્ટમ, માઈક્રો લાઈટ એરક્રાફ્ટ, રિમોટલી પાયલોટ એરક્રાફ્ટ, ડ્રોન, હોટ એર બલૂન, નાના કદના પાયલોટ એરક્રાફ્ટ, ક્વોડકોપ્ટર અને પેરા જમ્પિંગ વગેરે પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

નિયમનું ઉલ્લંઘન કરનાર સામે થશે કાર્યવાહી

દિલ્હી પોલીસ કમિશનર દ્વારા આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે નિયમનું ઉલ્લંઘન ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ ગુનો ગણવામાં આવશે. આ પ્રતિબંધ આગામી 15 દિવસ એટલે કે 2 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી રહેશે. આ આદેશનું ઉલ્લંઘન ભારતીય ન્યાયિક સંહિતા, 2023ની કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ આદેશની જાણ પોલીસ સ્ટેશનો, તહસીલ કાર્યલયો અને અન્ય જાહેર કચેરીઓમાં નોટિસ દ્વારા કરવામાં આવશે.

  • Follow us on: