• દિલ્હીમાં CBIની મોટી કાર્યવાહી
  • NBCCના DGMએ 5 લાખની લાંચ માગતા ધરપકડ 
  • DGM વિવેક પોપલીને રૂ. 5 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા

દિલ્હીમાં CBIની મોટી કાર્યવાહી હાથ ધરી છે. CBIએ NBCCના DGMએ 5 લાખની લાંચ માગતા ધરપકડ કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. NBCCના DGM વિવેક પોપલીને રૂ. 5 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા છે. વિવેક પોપલીનું પોસ્ટિંગ લેહમાં હતું, પરંતુ તે લાંચની રકમ લેવા ગઈકાલે દિલ્હી આવ્યો હતો. સીબીઆઈએ છટકું ગોઠવીને વિવેક પોપલી રંગે હાથે ઝડપાઈ ગયો છે. હાલ સીબીઆઈ તેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે.

સીબીઆઈ અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે લદ્દાખમાં તૈનાત આરોપી ડીજીએમ પોપલીએ કથિત રીતે લદ્દાખ પ્રોજેક્ટ સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટર પાસેથી 11 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન, તે દિલ્હીમાં 5 લાખ રૂપિયાની આંશિક ચુકવણી કરવા માટે સંમત થયા હતા. બુધવારે સાંજે તે લાંચ લેતો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. 

  • Follow us on: