- સ્વાતિ માલિવાલ કેસમાં SCએ બિભવકુમારની ઝાટકણી કાઢી
- મહિલા સાથે આવુ વર્તન કરતા શરમ ન આવી ?
- મહિલા સાથે જબરદસ્તી કરવામાં આવી-SC
સ્વાતિમાલિવાલ સાથે કથિત મારપીટ કેસમાં સુપ્રિમ કોર્ટે આકરી ટિપ્પણી કરી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે મહિલા સાથે આવુ વર્તન કરતા શરમ ન આવી. જસ્ટિસ સૂર્યકાંતે બિભવકુમારને ફટકાર લગાવી. વધુમાં કહ્યું કે બિભવ સીએમ આવાસમાં શું રહ્યા હતા. શું આવાસ આવા ગુંડાઓને રાખવા માટે છે. તેવા સવાલ પણ કર્યા હતા. આ મામલે હવે 7 ઑગષ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે.
કોર્ટે બિભવને લઇને કર્યા સવાલ
આ મામલે સુપ્રિમ કોર્ટે કહ્યું કે જે રીતે ઘટના બની છે તે ઘણી ચોંકાવનારી છે. શું સીએમ હાઉસ ખાનગી રહેઠાણ છે ? આવા ગુંડાઓને સીએમ હાઉસમાં રાખવાની શું જરૂર છે. અમને સવાલ એ થાય છે કે આ થયુ કેવી રીતે . સ્વાતિમાલિવાલે કહ્યું પણ તે માણસ એટલે કે બિભવ રોકાયો નહી. તે શું વિચારે છે. તેના માથા પર કોઇ શક્તિ સવાર થઇ ગઇ છે કે શું. વધુમાં જણાવ્યું કે જાણે કોઇ ગુંડો પરિસરમાં ઘુસી ગયો હોય. તમને આવુ કરતા શરમ ન આવી. સ્વાતિ એક યુવા મહિલા છે. તમને લાગે છે કે તે રૂમમાં હાજર કોઇની પણ બિભવ કુમારના વિરુદ્ધ બોલવાની હિંમત થઇ હશે ?
શું સીએમ આવાસ ખાનગી રહેઠાણ છે ? -કોર્ટ
સિંઘવીએ કહ્યું કે પહેલા દિવસ તે પોલિસ પાસે ગઇ પણ કોઇ ફરિયાદ કરી નહી. પરંતુ ત્રણ દિવસ પછી ફરિયાદ દાખલ થઇ. જસ્ટિસ સૂર્યકાંતે પૂછ્યુ કે શું સ્વાતિ માલિવાલએ 112 પર કોલ કર્યો. જો હા તો આ તમારા દાવાને ખોટો સાબિત કરે છે.સિંઘવીએ માન્યુ કે સીએમ આવાસ પર સ્વાતિમાલિવાલ ગઇ હતી. જસ્ટિસ સૂર્યકાંત કાંતે પૂછ્યું કે શું મુખ્યમંત્રીનું સરકારી ઘર ખાનગી રહેઠાણ છે ?
શું છે સ્વાતિ માલિવાલનો આરોપ ?
આપ રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલિવાલ પર મારપીટના આરોપને લઇને પહેલી વખત સ્વાતિ માલિવાલ જનતા સામે આવ્યા હતા. તેમણે ન્યૂઝ એજન્સીને ઇન્ટરવ્યુ આપીને પોતાની આપવીતી જણાવી હતી. જે દરમિયાન સ્વાતિએ જણાવ્યું કે મને કહેવામાં આવ્યું હતું કે તમે બેસો અરવિંદ કેજરીવાલ ઘરમાં જ છે. હું તેમની રાહ જોઇને બેઠી હતી ત્યાં જ બિભવકુમારે આવીને મને મારવાનું શરૂ કરી દીધું
કેજરીવાલ ઘરમાં જ હતા- સ્વાતિ
સ્વાતિ માલિવાલે કહ્યું હતું કે હું જોર જોરથી બૂમો પાડી રહી હતી હું મદદ માંગી રહી હતી. પણ કોઇ મદદે આવ્યુ નહી. હું કોઇને ક્લિનચીટ નથી આપી રહી. હું ડ્રોઇંગ રૂમમાં હતી. અરવિંદજી ઘરમાં જ હતા. હું બૂમો પાડી રહી હતી પણ કોઇ આવ્યુ નહી.
બિભવ કુમારથી પાર્ટી ડરે છે- સ્વાતિ
સ્વાતિ માલિવાલે વધુમાં જણાવ્યું હતું કે કે આખી પાર્ટીમાં દરેકને કહેવામાં આવ્યુ છે મને ગંદી રીતે ટોર્ચર કરો.તેમણે કહ્યું કે ડ્રોઇંગ રૂમ અને ડાઇનિંગ રૂમ પાસે પાસે જ છે. હવે હું બૂમો પાડી રહી હતી તો કોઇ આવ્યુ કેમ નહી તે તપાસનો વિષય છે. હું 2006થી આ લોકો સાથે કામ કરી રહી છું. બિભવ કુમાર અરવિંદ કેજરીવાલના ઘણા નજીક છે. તે કોઇ મામૂલી પીએ નથી. તેઓ પાવરફુલ વ્યક્તિ છે. આખી પાર્ટી તેનાથી ડરે છે.